અમદાવાદમાં નવા 19 માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર

| Updated: January 11, 2022 9:29 pm

ગુજરાતમાં કોરોનાવાયરસનો કહેર વધતો જ જઈ રહ્યો છે. અમદાવાદમાં છેલ્લા કેટલાક સમયથી કોરોના વાયરસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે 2861 કેસ નોંધાતા હોટસ્પોટ બની ગયું છે. અમદાવાદમાં 177 માઈક્રો કન્ટેન્ટમેન્ટ અમલમાં હતા. જેમાંથી 14 માઈક્રો કન્ટેન્ટમેન્ટ વિસ્તારને દુર કરવામાં આવ્યા છે અને નવા 19 માઈક્રો કન્ટેન્ટમેન્ટ વિસ્તાર જાહેર કરવામાં આવ્યા હતા. શહેરમાં કુલ 182 માઈક્રો કન્ટેન્ટમેન્ટ અમલમાં છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં 24 કલાકમાં નવા 7476 કેસ નોંધાયા નોંધાયા છે. જેમાં સૌથી વધારે અમદાવાદમાં 2861 પોઝિટિવ દર્દીઓ સામે આવ્યા છે. વધી રહેલા કેસને લઈ તંત્ર હરકતમાં આવી ગયું છે અને લોકોને સાવચેતી રાખવા માટેની અપીલ કરવામાં આવી રહી છે.

Your email address will not be published.