અમદાવાદ કોરોનાના સંકજામાં, 217 દિવસ બાદ 1865 કેસ નોંધાયા, નવા 16 માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન ઉમેરાયા

| Updated: January 6, 2022 9:07 pm

અમદાવાદમાં 217 દિવસ બાદ સૌથી વધુ 1835 કેસ સામે આવતા પ્રજા ફરી એકવાર ભયના માહોલમાં જોવા મળી રહી છે અને 545 દર્દીઓ સાજા થયા છે. શહેરમાં આજે નવા 16 માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન ઉમેરાયા છે.

અમદાવાદમાં કોરોના વાયરસ વધતા તંત્ર હરકતમાં આવી ગયું છે. શહેરમાં આજે નવા 16 માઈક્રો કન્ટેન્મે્ન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. તેની સાથે શહેરમાં કુલ 120 માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન અમલમાં છે. માઈક્રો કન્ટેન્મેન્ટમાંથી 4 વિસ્તારને હાલ દૂર કરવામાં આવ્યા છે.

શહેરમાં 113 મકાનોને નવા જાહેર કરાયેલા માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોનમાં રાખવામાં આવ્યા છે. જેમાં બોડકદેવના શાલીગ્રામ પ્લસના 20 મકાનમાં 58 વ્યક્તિ, બોપલના આર્યન ઓપ્યુલન્સના 16 મકાનમાં 116 વ્યક્તિ તથા મણીનગરના અનુપમ એવન્યુના 16 મકાનમાં 68 લોકોને માઈક્રો કન્ટેન્મેન્ટમાં મુકાયા છે.

Your email address will not be published.