ગાંધીનગરની પ્રાઇવેટ કંપનીનો ડીલીવરી 12.94 લાખ રુપિયા ડીલીવરી કરવા માટે સોમવારે બપોરે નિકળ્યો હતો. આ દરમિયાન એલીસબ્રીજ માદલપુર બસ સ્ટેન્ડ પાસે એક ટુવ્હિલર ચાલકે અકસ્માત કરી ઝઘડો કર્યો હતો. બાદમાં બીજા બે શખ્સો આવી ડેકીમાંથી રુપિયા ભરેલી બેગ લઇ ફરાર થઇ ગયા હતા. આ અંગે એલિસબ્રીજ પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.
ગાંધીનગર કલોક તાલુકાના સઇજ ગામે સ્વામીનારાયણ વાસમાં ધર્મેન્દ્રભાઇ પટેલ રહે છે અને તેઓ ગાંધીનગર ખાતે આવેલી એક પ્રાઇવેટ કંપનીમાં ડીલીવરી બોય તરીકે નોકરી કરે છે. સોમવારે બપોરે ધર્મેન્દ્રભાઇ એક્ટિવા લઇને કંપનીના કામે આર કે આંગડીયા પેઢી ખાતે ગયા હતા. તેમાંથી 12.94 લાખ રોકડા લીધા હતા. રુપિયા ભરેલી થેલી એક્ટિવાની ડેકીમાં મુકી ટાઉન હોલ ખાતે આવેલા એક હોસ્પિટલમાં મુકવા માટે ગયા હતા.
દરમિયાનમાં એક એક્સેસનો ચાલક પાછળ પોતાનુ વાહન અથડાવતો હતો અને માદલપુર ખાતે આવેલા બસ સ્ટેન્ડ પાસે આવી એકટિવા અથડાવી ભાગે છે કેમ કહી ઝઘડો કરવા લાગ્યો હતો. તુ મને હોસ્પિટલ લઇ જા કહીને ઝઘડો કરતો હતો. આ દરમિયાન બીજા બે માણસો આવ્યા હતા. આ શખ્સો અચાનક આવ્યા અને એક્ટિવાની ડેકી ખોલી તેમાંથી પૈસાની થેલી કાઢી ભાગી ગયા હતા. તેમને રોકવાનો પ્રયાસો કર્યો પરંતુ તેઓ ભાગી ગયા હતા. આ અંગે એલીસબ્રીજ પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.