અમદાવાદમાં આજે મહત્તમ તાપમાન 42 ડિગ્રી રહેવાની શક્યતા

| Updated: May 26, 2022 7:28 am

અમદાવાદમાં સતત ત્રીજા દિવસે ફરી એકવાર મહત્તમ તાપમાન સામાન્ય કરતાં નીચું નોંધાયું હતું. છત્તા પણ શહેર બુધવારના રોજ ગુજરાતનું સૌથી ગરમ સ્થળ તરીકે નોંધાયું હતું. મહત્તમ તાપમાન 41.5 ડિગ્રી સેલ્સિયસ સાથે અમદાવાદમાં મહત્તમ તાપમાન કરતાં સામન્ય તાપમાન 0.2 ડિગ્રી ઓછું હતું. જોકે, શહેરમાં લઘુત્તમ તાપમાન સામાન્ય લઘુત્તમ તાપમાન કરતાં 1.1 ડિગ્રી વધુ નોંધાયું હતું.

ભારતીય હવામાન વિભાગ (આઈએમડી) અનુસાર, અમદાવાદમાં આજે – ગુરુવારના રોજ મહત્તમ તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતા છે. ત્યારબાદ આગામી ચારથી પાંચ દિવસ સુધી મહત્તમ તાપમાનમાં કોઈ મોટા ફેરફારની અપેક્ષા સેવાઇ રહી નથી.

આ ઉપરાંત હવામાન વિભાગે ગુરુવારે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી કરી છે. નવસારી, વલસાડ સહિત કેન્દ્રશાસિત પ્રદેશો – દમણ અને દાદરા અને નગર હવેલીમાં આજે હળવો વરસાદ થવાની સંભાવના છે.

બુધવારના રોજ 41.3 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન સાથે સુરેન્દ્રનગર રાજ્યનું બીજું સૌથી ગરમ સ્થળ રહ્યું હતું.  ત્યારબાદ બુધવારે મહત્તમ 41 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે અમરેલી અને રાજકોટ ત્રીજા નંબરના સૌથી ગરમ સ્થળ રહ્યા હતાં.

Your email address will not be published.