ઉત્તરાયણમાં લોકોની મજા પક્ષીઓને સજા: અમદાવાદમાં 500 પક્ષીઓ થયા ઈજાગ્રસ્ત

| Updated: January 15, 2022 1:20 pm

અમદાવાદમાં ઉત્તરાયણના દિવસે આકાશમાં ઉડતા 500થી વધારે પક્ષીઓ દોરીના કારણે ઈજાગ્રસ્ત થયા છે. પક્ષીઓની સારવાર માટે એનજીઓ દ્વારા હેલ્પલાઈન પણ શરુ કરવામાં આવી હતી જેથી લોકો ઘાયલ પક્ષીઓની માહિતી આપી રહ્યા હતા. જયારે શહેરમાં સૌથી વધારે કબૂતરના રેસ્ક્યુ કરવામાં આવ્યા હોવાની માહિતી મળી હતી.

અમદાવાદમાં એક એનજીઓ દ્વારા ઉત્તરાયણના બે દિવસે ઈજાગ્રસ્ત પક્ષીઓની સારવાર માટેનો કેમ્પ રાખવામાં આવ્યો હતો. જો કે, એક જ દિવસમાં આશરે 155થી વધારે પક્ષીઓની સારવાર કરવામાં આવી હતી અને શહેરના વિવિધ વિસ્તારોમાં જઈ રેસ્ક્યૂ પણ કરવામાં આવ્યા હતા. બે દિવસના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું તેમાં 12 ડોક્ટરો અને 85થી વધુ વોલન્ટીર સેવા આપી રહ્યા છે.

અમદાવાદ ફાયરબ્રિગેડ દ્વારા 35 જેટલાં પક્ષીઓનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું. સરકારની એનિમલ હેલ્પલાઇન 1962 દ્વારા પણ શહેરમાં 132 જેટલાં પક્ષીઓનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું.

અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક વર્ષોથી ઉત્તરાયણના દિવસે પક્ષીઓની સારવાર માટે એક કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે. એક એનજીઓએ જણાવ્યું કે, આ વર્ષે ઉત્તરાયણમાં 17 જેટલા કોલ મળ્યા હતા અને તેમાં સૌથી વધુ કબૂતર ઘાયલ થયાં હતાં. ચાઈનીઝ દોરીને કારણે પક્ષીઓ ઘાયલ થયાં છે. આરસી ટેક્નિકલ કોલેજ પાસેથી ચાઈનીઝ દોરીથી ઘાયલ થયેલા નકટો પક્ષીનું રેસ્ક્યૂ-ઓપરેશન હાથ ધર્યું હતું.

Your email address will not be published. Required fields are marked *