અમદાવાદીઓ પરિવાર સાથે કરી ઉત્તરાયણની ધામધૂમથી ઉજવણી

| Updated: January 14, 2022 7:01 pm

અમદાવાદ શહેરમાં આજે સવારથી લપેટ લપેટની બૂમો શરુ થઈ ગઈ હતી. શહોરજનો પોત પોતાના પરિવાર સાથે ધાબા પર ચઢી ઉત્તરાયણની ઉજવણી કરી હતી. સારા પવનના લીધે લોકોમાં પતંગની સાથે ઉંધિયાની પણ મોઝ માણી હતી. સરકારે ડીજે પર પ્રતિબંધ રાખતા લોકોએ ઘરના જ નાના સ્પીકર રાખી ડાન્સ કર્યો હતો.

(તસવીર: હનિફ સિંધી)

અમદાવાદમાં આજે ઉત્તરાયણના દિવસે સવારે પવનની ગતિ વધારે હોવાથી લોકોમાં નિરાશા જોવા મળી હતી પરતું બપોર બાદ પવન ધીમે ધીમે ઓછો થતા લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો અને પતંગ ચગાવવાની મોઝ માણી હતી. લોકો પરિવાર સાથે ધાબા પર જોવા મળ્યા હતા અને ઉંધિયા, ચીક્કી સાથે ડાન્સ કરતા જોવા મળ્યા હતા. જો કે, પતંગ ચગાવવા માટે પતંગ રસિકો સવારનો સમય અને સાંજે ચાર વાગ્યા પછીનો સમય પસંદ કરતા હોય છે.

(તસવીર: હનિફ સિંધી)

છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીના કારણે લોકો ઉત્તરાયણના દિવસે ડીજે રાખી શક્યા નથી અને સરકારે જાહેર કરેલ નિયમોનું પણ પાલન કરવું પડે છે. જો કે, ડીજે ને લઈ ઘણા યુવાનોએ જાહેર કરેલી ગાઈડલાઈન પર પ્રતિક્રિયા પણ આપી હતી. જેમાં તેઓનું કહેવું છે કે, ડીજે રાખવાથી કોરોના થોડો થાય છે. જો કે, શહેરીજનોએ ડીજને બદલે નાના સ્પીકર રાખી મોઝ કરી હતી.

Your email address will not be published. Required fields are marked *