ઉત્તરાયણના દિવસે અમદાવાદ પોલીસ ડ્રોનથી રાખશે નજર, 250 ધાબા પોઈન્ટ રાખવામાં આવશે

| Updated: January 9, 2022 1:30 pm

અમદાવાદમાં ઉત્તરાયણ (Uttarayan) ને લઈ પોલીસ તંત્ર એલર્ટ થઈ ગયું છે. શહેર પોલીસ (Police) દ્વારા ડ્રોનથી નજર રાખવામાં આવશે અને જે લોકો ધાબા પર વધારે ભીડ ભેગી કરશે તે લોકો સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલા સમયથી કોરોના વાયરસના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. વધી રહેલા કેસને લઈ પોલીસ તંત્ર એક્શન મોડમાં જોવા મળી આવ્યું છે. ઉત્તરાયણ (Uttarayan) ને લઈ શહેર પોલીસ (Police) કમિશનર દ્વાર એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું જેમાં રસ્તાઓ પર પતંગ ચગાવવા અથવા ઉડાવવા પર પ્રતિબંધ લગાડી દેવામાં આવ્યો છે આ સાથે ચાઈનીઝ દોરીનો ઉપયોગ ન કરવા માટે સૂચના આપવામાં આવી છે. ત્યારે સંક્રમણ વધુ ન ફેલાય તે માટે ધાબા પર વધારે ભીડ ભેગી ન કરવા માટે સૂચના આપવામાં આવી છે.

પોલીસ દ્વારા ઉત્તરાયણ (Uttarayan) ના દિવસે શહેરમાં ડ્રોનથી નજર રાખવામાં આવશે. જો કે, ગયા વર્ષે ઉત્તરાયણ (Uttarayan) ના દિવસે શહેરના વિવિધ વિસ્તારોમાં જયા વધારે લોકો ધાબા પર ભેગા થાય છે ત્યાં ડ્રોનથી નજર રાખવામાં આવી રહી હતી. ત્યારે ધાબા પર વધારે ભીડ ભેગી કરનારાઓ સામે પોલીસે (Police) કાયદેસરની કાર્યવાહી પણ કરી હતી. તેવી જ આ વર્ષે પણ પોલીસ દ્વારા 50 ડ્રોનથી ઉડાવવામાં આવશે.

અમદાવાદમાં કોરોના કહેરને પગલે પ્રજામાં ફરી એકવાર ફફડાટ વ્યાપી ગયો છે. ત્યારે ઉત્તરાયણ (Uttarayan) માં મોટી સંખ્યામાં લોકો ધાબા પર ભેગા થતા હોય છે જેના કારણે સંક્રમણ પણ વધી શકે તેવી શક્યતા છે. ત્યારે પોલીસ દ્વારા અમદાવાદના વિવિધ વિસ્તારમાં આવેલ ઊંચી બિલ્ડિંગો અને ટાવર મળીને અંદાજે 250 જેટલાં સ્થળે પોલીસ ધાબા પોઈન્ટ રાખાવામાં આવશે અને દુરબીનથી નજર પણ રખાશે.

Your email address will not be published. Required fields are marked *