રાજયમાં લીંબુની આવક ઓછી થતાં ભાવમાં વધારો થયો હતો. જો કે,ગત મહિને લીંબુના ભાવ આસમાને પહોંચી ગયા હતા. ત્યારે હાલ માર્કેટમાં લીંબુના ભાવ 100 રૂપિયે કિલો થયા છે. બીજી બાજુ દક્ષિણ ભારતમાં વાવાઝોડા અને ભારે વરસાદને પગલે લીંબુની આવકમાં ઘટાડો થયો છે. જેથી તુર્કીથી લીબુંની આયાત કરવામાં આવશે.
વેપારીઓએ જણાવ્યું કે, પહેલીવાર લીંબુના ભાવ અને આવકની પરિસ્થિતિ જોવા મળી રહી છે. જેથી આ વખતે તુર્કીથી લીંબુની આયાત કરવામાં આવી છે. તુર્કીથી 1 લાખ 15 હજાર કિલો લીંબુનો જથ્થો 5 કન્ટેનર મારફતે મુંબઈ લાવવામાં આવ્યો છે. જે આવતીકાલ સુધી અમદાવાદ ખાતે આવી પહોંચશે. તુર્કીમાં પુષ્કળ માત્રામાં લીંબુનો પાક થયો છે અને ખેડૂતોને પર્યાપ્ત માત્રામાં ભાવ નથી મળી રહ્યા. બીજી તરફ ગુજરાતમાં લીંબુની આવક ઓછી થઈ રહી છે અને ભાવમાં પણ મોટો વધારો જોવા મળી રહ્યો છે. આ સ્થિતિમાં વેપારીઓ દ્વારા તુર્કીથી લીંબુ મંગાવવામાં આવી રહ્યા છે.
અમારી ટીમ દ્રારા લોકોને અને વેપારીઓને મળીને જાણવાનો પ્રયત્ન કરવામાં આવ્યો કે શું કહે છે ભાવ વધારા પર અને બહારથી આયાત કરવા મુદે.લોકોના અને વેપારીઓના અલગ અલગ મુદાઓ જાણવા મળ્યા હતા.તેઓ જણાવી રહ્યા હતા કે અમારુ બજેટ ખોરવાઇ રહ્યું છે અને હજુ પણ ભાવ વધારો થશે તો અમે કેવી રીતે રહી શકીએ.વેપારીઓ સાથે વાત કરતા તેઓએ જણાવ્યું કે આ મોંધા લિંબુ અમે પણ લઇ શકતા નથી તો અમે જનતાને કઇ રીતે વહેચી શકીએ.મહિલાઓ સાથે પણ અમે વાતચિત કરી તેઓએ પોતાને પડતી સમસ્યાઓ જણાવી અને પોતાની આપવિધી જણાવી હતી.લોકો મોંધવારીથી ત્રાણીમામ પોકારી ઉઠયા છે.
તુર્કીના લીંબુની વિશેષતાની વાત કરવામાં આવે તો 1 લીંબુનું વજન 100 ગ્રામ જેટલું થાય છે. જેની સરખામણીએ સ્થાનિક લીંબુનું વજન સરેરાશ 25- 35 ગ્રામ જેટલું હોય છે. મોટો આકાર ધરાવતા લીંબુ હોવાથી રસદાર પણ હોય છે. 90 રૂપિયા કિલોના ભાવથી લીંબુ તુર્કીથી ભારતમાં આયાત કરવામાં આવ્યાં છે. અમદાવાદ સહિત ગુજરાતમાં હોલસેલ માર્કેટમાં 15-20 દિવસ અગાઉ લીંબુનો ભાવ રૂ. 150-200 પ્રતિ હતો.