ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી (એઆઈસીસી)એ ગુજરાતના કોંગ્રેસ ધારાસભ્યોને બુધવારના રોજ દિલ્હી પહોંચવાનું સૂચન કર્યું છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) દ્વારા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની પૂછપરછ અને કેન્દ્ર સરકાર દ્વારા દેશભરમાં લાગુ કરાયેલી ‘અગ્નિપથ’ યોજના સામે ચાલી રહેલા વિરોધ વચ્ચે દિલ્લીથી રાજ્યના ધારાસભ્યોને બુલાવો આવ્યો છે.
આ અંગે કોંગ્રેસ ધારાસભ્ય શૈલેષ પરમારે મંગળવારે જણાવ્યું હતું કે “અમને એઆઈસીસી દ્વારા બુધવારના રોજ સવાર સુધીમાં દિલ્હી પહોંચી જવા માટે કહેવામાં આવ્યું છે. અમને આવતીકાલે સવારે કાર્યક્રમની માહિતી આપવામાં આવશે.”
વિધાનસભામાં વિરોધ પક્ષના નાયબ નેતા શૈલેષ પરમારે ઉમેર્યું હતું કે દિલ્હીમાં હાઈકમાન્ડના નિર્દેશોને અનુસરીને, કુલ 64 ધારાસભ્યોમાંથી મોટાભાગના દેશની રાજધાની દિલ્લીની મુલાકાતે પહોંચશે.
મની લોન્ડરિંગ સંબંધિત કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા પાર્ટીના નેતા રાહુલ ગાંધીની “બનાવટી” પૂછપરછ સામે ગુજરાતમાં રાજ્યનો કોંગ્રેસ પક્ષ વિરોધ પ્રદર્શન કરી રહી છે.
રાહુલ ગાંધી ઉપરાંત, કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને પણ મની લોન્ડરિંગના કેસમાં 23 જૂનની આગામી નિયત તારીખ પહેલાં બે વાર સમન્સ મોકલવામાં આવ્યા હતા. જોકે, સોનિયા ગાંધી પોતાની ખરાબ તબિયતને ટાંકીને ઈડી સામે હાજર થયા ન હતા.
દેશની ગ્રાન્ડ ઓલ્ડ પાર્ટી કોંગ્રેસે કેન્દ્ર સરકાર પર વિપક્ષી નેતાઓને નિશાન બનાવવા માટે બંધારણીય અને તપાસ એજન્સીઓનો “દુરુપયોગ” કરવાનો આરોપ મૂક્યો છે અને આ તમામ ઘટનાક્રમને કોંગ્રેસ પક્ષ દ્વારા કેન્દ્રનો રાજકીય સ્ટંટ હોવાનું કહવાઈ રહ્યું છે.