કેશોદ એરપોર્ટ ખાતે 21 વર્ષ બાદ વિમાન સેવા શરુ

| Updated: April 13, 2022 6:08 pm

21 વર્ષ બાદ કેશોદ એરપોર્ટ પર વિમાની સેવા શરુ થતા લોકોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. આ સેવાનો 16 એપ્રિલના રોજ કેન્દ્રિય ઉડ્ડયનમંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા દ્વારા પ્રારંભ કરવામાં આવશે. આ સેવાનો અઠવાડિયામાં ત્રણ દિવસ લાભ મળશે.

આ અંગે મળતી માહિતી પ્રમાણે, કેશોદ એરપોર્ટ પર વર્ષ-2000માં કોમર્શીયલ રૂટ બંધ કરી દેવામાં આવ્યો હતો. એ સમયે 13 સીટનું વેઈટીંગ રહેતુ હતું. જે તે સમયે દિવ એરપોર્ટ શરૂ થતા ટ્રાફિક ઓછો થયો હતો. કેશોદ વાણિજ્ય વિમાની સેવા બંધ થતા વેપારીઓ અને દેશ- વિદેશમાં વસતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો.

ત્યારબાદ ચેમ્બર ઓફ કોમર્સ, વ્યાપારી વિકાસ મંડળ, સાંસદ, ધારાસભ્યોએ રજૂઆત કરતા કેન્દ્ર સરકારે આ એરપોર્ટનો ઉડ્ડાન યોજના હેઠળ સમાવેશ કર્યો હતો. બાદમાં સર્વે સહિતની કામગીરી હાથ ધરાય હતી. હવે વિમાની સેવા શરૂ થવા જઈ રહી છે.

Your email address will not be published.