પિતાએ સિલાઈ કામ કરી દીકરીના લગ્ન કર્યા, પરતું પતિ સાથેની સવા કલાકની વાતચીત આઈશાને ફાનિ દુનિયા છોડવા મજબૂર કરી

| Updated: April 28, 2022 3:35 pm

25 ફેબ્રુઆરી 2021ના રોજ આઈશાએ આ ફાનિ દુનિયાને હસતા હસતા અલવિદા કહ્યું હતું. આઈશાની આત્મહત્યા આજે આપણા સમાજની સંકુચિત માનસિકતાને દર્શાવે છે. આયેશાની આત્મહત્યાને લઈ અનેક પાસાઓની ચર્ચા થઈ રહી હતી, પરંતુ આજે અમે આઈશાના જીવન સાથે જોડાયેલા એવા પાસાઓને જણાવવા જઈ રહ્યા છીએ, જેના વિશે લોકો અજાણ છે. આઈશાએ સાબરમતી રિવરફ્રન્ટ પર આવેલ વોક-વે પર બેસી છેલ્લો વીડિયો બનાવ્યો હતો. તે વીડિયોમાં આઈશા અંતિમ તેના પતિ આરીફ સાથે 72 મિનિટ વાતચીત કરી હતી અને તે વીડિયોમાં આરીફે આઈશાને આપઘાત કરવા માટે ઉત્સાહી હતી.

અમદાવાદ શહેરના વટવા વિસ્તારમાં રહેતી આઈશાએ પોતાના પતિના અસહ્ય ત્રાસના કારણે આ દુનિયા છોડી હોવાની હકીકત સામે આવી હતી. આઈશાએ જે દિવસે આ દુનિયા છોડવાનો નિર્ણય કર્યો તે દિવસે આઈશા સવારે 9 કલાકે ઘરેથી હસતા ચહેરે માતા પિતાને મળીને નીકળી હતી. ઘરેથી તે પહેલા તો સીધા ઓફિસે પહોંચી હતી અને ઓફિસમાં બેઠા બેઠા તેને પોતાનો સંસાર ફરીથી વસાવવાનો વિચાર આવ્યો હતો જેથી તેણે પતિ આરીફને ફોન કર્યો હતો. આરિફ સાથે ફોન પર 72 મિનિટ સુધી વાત કરી હતી. જેમાં આરિફ આઈશાને આપઘાત કરવા માટે ઉશ્કેરી રહ્યો હોવાનું સામે આવ્યું હતું.

આરિફે ફોનમાં આઈશાને કહ્યું હતું કે, “તું કલ મરતી હો તો આજ મરજા. તેરે મરને સે મેરે કો કોઈ ફરક નહીં પડતા, લેકિન મરને સે પહેલે મુઝે એક વીડિયો ભેજ દેના ઔર મેરા નામ બીચ મેં ના આયે.”

ત્યાર બાદ આઈશાને આરીફની વાત સાંભળીને આઘાત લાગ્યો અને તેણે સીધા તેના પિતાને ફોન કરીને તમામ વાતચીત જણાવી હતી. આઈશા તેના પિતા સાથે ફોન પર વાતચીત કરતા જણાવ્યું કે, આરીફ કોઈ વાતે નથી માની રહ્યો. તે મને સાથે રાખવા નથી માંગતો. આથી હું દુનિયાથી કંટાળી ગઈ છું. મારે જીવવું નથી. આઈશાના પિતા લિયાકત અલીએ પણ પુત્રીને સમજાવી અને ઘરે પરત આવવા જણાવ્યું હતું. જો કે પતિની વાતથી દુ:ખી આઈશાએ ઘરે જવાના બદલે મોતને વ્હાલું કરવાનું મુનાસીબ માન્યું.

આઈશાના પિતા લીયાકત અલી મકરાણીએ આ અંગે જણાવ્યું કે, મારી પુત્રીના લગ્નના બે મહિના બાદ જ તેનો પતિ આરીફ તેની સાથે અવાનવાર ઝઘડો કરતો હતો. આઈશાના સાસરિયા પણ દહેજ માટે તેને ત્રાસ આપતા હતા. જો કે આઈશા તેનો સંસાર બચાવવા માટે ચૂપ રહીને બધુ જ સહન કરતી રહી. પતિ આરીફના અન્ય કોઈ છોકરી સાથે અફેર હોવાની વાત આઈશા જાણી ગઈ હતી. આ અંગે આઈશાએ તેની સાસુને જાણ કરી હતી. આરીફની માતા પણ પુત્રને સમજાવવાની જગ્યાએ પુત્રવધુ આઈશા પર ઉશ્કેરાઈ અને તેને ધમકીઓ આપવા લાગી હતી.

આટલું જ નહીં પતિ આરીફ અને સાસુ-સસરા આઈશા ઉપર દહેજ લાવવાનું દબાણ કરી રહ્યા હતા. આઈશાનું લગ્ન જીવન બચાવવા ખાતર તેના પિતાએ 1.50 લાખ રુપિયા પણ આપ્યા હતા. આમ છતાં તેમની માંગ હજુ પણ ચાલુ જ હતી. આખરે દહેજ મામલે ઝઘડો વધતા આરીફ આઈશાને તેના પિતાના ઘરે અમદાવાદ મૂકી ગયો હતો. જ્યાં થોડા દિવસો બાદ સમાજના અગ્રણીઓએ મધ્યસ્થી કરીને બન્ને પક્ષ વચ્ચે સમાધાન કરાવ્યું હતું.

આઈશા છેલ્લા 6 મહિનાથી પિતાના ઘરે જ હતી. પોતાના દુ:ખી લગ્ન જીવનને ભૂલવા માટે આઈશાએ નવેસરથી જિંદગીની શરૂઆત કરી હતી. આઈશા એક મહિનાથી શાહીબાગ ખાતે આવેલી એક ખાનગી કંપનીમાં નોકરી કરી રહી હતી.

આઈશા અભ્યાસમાં પણ ટોપ રહી ચૂકી છે

જમાલપુર ખાતે આવેલી એફ.ડી.ગર્લ્સ કૉલેજમાં અભ્યાસમાં અવલ્લ હોશિયાર અને દીની તાલીમ પણ મેળવી રહી હતી. આઈશાએ B.A.સુધીનો અભ્યાસ કર્યો છે અને આગળ ભણવાની ઈચ્છા પણ ધરાવતી હતી. જો કે લગ્ન નક્કી થઈ ગયા બાદ આઈશાના પતિએ તેને આગળ ભણાવવાની વાત માંડી વાળી હતી.

પોતાના પસંદથી જ કર્યા હતા લગ્ન

આઈશાનો પરિવાર છેલ્લા કેટલાક વર્ષોથી અમદાવાદ ખાતે આવેલ વટવા વિસ્તારમાં રહે છે અને તેના પિતા સિલાઈ કામ કરી ઘરનું ગુજરાન ચલાવે છે. રાજસ્થાનમાં રહેતા એક પરિચિતને ત્યાં આરીફ અને આઈશાની મુલાકાત થઈ હતી. જે બાદ આરીફે મોટી-મોટી વાતો કરીને આઈશાને પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી. આરીફના માતા-પિતાને પણ આઈશા પસંદ પડતા આખરે બન્નેના રાજીખુશીથી નિકાહ કરવામાં આવ્યા હતા.

આઈશાનો અંતિમ વીડિયો રાજસ્થાનથી વાઈરલ

અમદાવાદના રિવરફન્ટ ખાતે આઈશાએ વીડિયો બનાવી મોતની છલાંગ લગાવી હતી. આ વીડિયો આઈશાએ પોતાના પતિ આરીફને જ મોકલ્યો હતો. આઈશાના પિતા લિયાકત અલીનું કહેવું છે કે, ખુદ આરીફે જ પોતાના બચાવ માટે આ વીડિયો વાયરલ થયો હતો.

Your email address will not be published.