અમદાવાદ હનિટ્રેપ કેસમાં PI ગીતા પઠાણ સહિત તમામ આરોપી નિર્દોષ જાહેર

| Updated: May 18, 2022 6:59 pm

મહિલા ક્રાઈમ બ્રાન્ચના પૂર્વ પીઆઈ ગીતા પઠાણ, પીએસઆઈ જે.કે.બ્રહ્મભટ્ટ સહિત કુલ આઠ આરોપીને હનીટ્રેપ કેસમાં મેટ્રોપોલિટન કોર્ટે નિર્દોષ જાહેર કર્યા છે. ચૂકાદો આવતાની સાથે મહિલા પીઆઈની આંખોમાં આસું આવી ગયા હતા.

20 માર્ચ 2021ના દિવસે વેસ્ટ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. હની ટ્રેપમાં ચાર લોકો સાથે તોડ કર્યો હતો. આરોપીઓ પર પોલીસ ફરિયાદમાં સમાધાન કરાવવાના નામે લાખો રૂપિયાનો તોડ કરવાનો આરોપ હતો. આ કેસ આજે મેટ્રોપોલિટન કોર્ટમાં ચાલતા કોર્ટે નિર્દેષ જાહેર કર્યા હતા. આ અંગે બચાવ પક્ષના વકીલ ચંદ્ર શેખર ગુપ્તાએ જણાવ્યું કે, આ કેસમાં કોર્ટ સમક્ષ ફરિયાદી સહિત મહત્વના સાક્ષીઓ હોસ્ટાઈલ થઈ ગયા હતા, એટલે કે ફરિયાદીઓએ કોર્ટ સમક્ષ કેસમાં પ્રોસિક્યુશન તરફથી નિવેદન કર્યું ન હતું. જેથી સરકારી વકીલ દ્વારા રજુ કરવામાં આવેલા પુરવા આરોપોને સાબિત કરવા માટે પર્યાપ્ત ન હોવાનું ફલિત થઈ રહ્યું હતું. જે બાબતની કોર્ટે નોંધ લીધી અને આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. બચાવ પક્ષના વકીલ દ્વારા એ પણ રજૂઆત કરવામાં આવી હતી કે તોડ બાબતે જે રકમનો દાવો કરવામાં આવ્યો હતો, તે પણ મળી આવી નથી.

હનીટ્રેપ ગેંગ અને પોલીસ વચ્ચેની સંડોવણીના આક્ષેપો પોલીસ બેડામાં ચર્ચાનો વિષય બન્યા હતા. કારણ કે આ ગેંગે વેપારી બાદ બિલ્ડર પાસેથી પણ રૂ 8 લાખ પડાવ્યા હોવાનો ઉલ્લેખ અરજીમાં કર્યો હતો. અહીં મહત્વનું છે કે, મહિલા પૂર્વ પોલીસ સ્ટેશનમા પીઆઈ તરીકે ફરજ બજાવતા ગીતા પઠાણ અને તેની ટીમ આ નેટવર્કમા સંડોવાયેલી હોવાનો ગંભીર આરોપ વેપારીએ લગાવ્યો છે. તાજેતરમા જ ક્રાઈમ બ્રાંચે બે વેપારીને ખોટા દુષ્કર્મ કેસમા ફસાવવાનુ કાવતરૂ ઘડનાર આરોપીની ધરપકડ કરીને વેપારીઓેને નિર્દોષ જાહેર કર્યા હતા. આ કેસમા પણ પીઆઈ ગીતા પઠાણની શંકાસ્પદ ભૂમિકા સામે આવી હતી. જેને લઈને ક્રાઈમ બ્રાંચે તપાસ શરૂ કરી હતી.

Your email address will not be published.