અમરિંદર સિંહના પાકિસ્તાની સ્ત્રીમિત્ર કોણ છે? ISI સાથે તેમનું શું કનેક્શન છે?

| Updated: October 22, 2021 4:54 pm

પંજાબના ડેપ્યુટી મુખ્યમંત્રી સુખજિંદર સિંહ રંધાવાએ કેપ્ટન અમરિંદર સિંહના પાકિસ્તાની મહિલામિત્ર અને પાકિસ્તાની એજન્સી આઈએસઆઈના સંબંધોની તપાસ માટે આદેશ આપ્યા છે. આ અંગે કાર્યકારી ડીજીપી ઇકબાલ પ્રીત સહોતા તપાસ કરશે.

અસૂરા આલમ સાથે કેપ્ટન અમરિંદર સિંહ

રંધાવાએ કહ્યું કે અમરિંદર સિંહને વારંવાર ચેતવણી આપવા છતાં તેમની પાકિસ્તાની મહિલા મિત્ર સાડા ચાર વર્ષ સુધી સરકારી બંગલામાં રહી હતી.

અમરિંદર સિંહની પાકિસ્તાની મિત્રનું નામ અસૂરા આલમ હતું. તેઓ પરિણિત હતા અને તેમને બે બાળકો હતા. કેટલાક પત્રકારો અસૂરાને પંજાબના ફર્સ્ટ લેડી તરીકે પણ ઓળખાવતા હતા. તેઓ પાકિસ્તાની હતા અને ભારતમાં રહેતા હતા તેના કારણે સતત વિવાદ થતો હતો.

જલંધરમાં પત્રકારો સાથે વાતચીતમાં ડેપ્યુટી મુખ્યમંત્રી રંધાવાએ કહ્યું કે કેપ્ટનને કેવી રીતે ખબર પડી કે પંજાબ પર આઈએસઆઈનો ખતરો છે. તેને અર્થ સ્પષ્ટ છે કે તેમને કોઈ માહિતી આપતું હતું. રંધાવાએ તે જ સ્થળે ડીજીપી ઇકબાલપ્રિત સિંહ સહોતાને આ મામલે તપાસ કરવાના આદેશ આપ્યા હતા.

તેમણે કહ્યું કે ઇડીના કેસનો સામનો કરવા અને પાકિસ્તાની નાગરિકને શરણ આપી ત્યારથી કેપ્ટન અમરિંદર સિંહે ભાજપ સાથે હાથ મિલાવ્યા છે.

Your email address will not be published. Required fields are marked *