કોરોના સંક્રમણની આસ્થા પર અસર : 15થી 22 જાન્યુઆરી સુધી દર્શનાર્થીઓ માટે બંધ રહેશે અંબાજી મંદિર

| Updated: January 13, 2022 9:03 pm

રાજ્યમાં કોરોના સંક્રમણ ફરીથી ખુબજ ઝડપથી વધી રહ્યું છે. ત્યારે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. અંબાજી મંદિર 15 થી 22 જાન્યુઆરી સુધી બંધ રહેશે.

શક્તિપીઠ અંબાજીમાં રોજે હજારોની સંખ્યામાં માઈભક્તો આવતા હોય છે. અને બીજી તરફ રાજ્યમાં વધી રહેલા કોરોના સંક્રમણને લઈને અંબાજી ટ્રસ્ટે મંદિર દર્શાનાર્થીઓ માટે આગામી 15 થી 22 જાન્યુઆરી સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. મંદિરે આવતા માઈભક્તોની સુરક્ષાને લઈને મંદિર ટ્રસ્ટે આ નિર્ણય કર્યો છે.

આ સાથે જ ગબ્બર શક્તિપીઠ પણ દર્શનાર્થીઓ માટે બંધ રહેશે. અંબાજીમાં 17 જાન્યુઆરીએ યોજાનાર પોષી પુનમનો કાર્યક્રમ પણ રદ્દ કરી દેવામાં આવ્યો છે. માઈભક્તો માટે અંબાજી મંદિરથી આરતીનું લાઇવ પ્રસારણ કરવામાં આવશે.

Your email address will not be published. Required fields are marked *