હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજયમાં ભારે વરસાદની કરી આગાહી

| Updated: June 19, 2022 3:32 pm

ગુજરાતના ઘણી જિલ્લાઓમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી રહી છે. ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદની આગાહી આપી છે. તેઓએ આગામી 25 જૂનથી 3 જૂલાઈ સુધી સારો વરસાદ વરસી શકે છે. ત્યારે રાજયના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે.

રાજયમાં વરસાદને લઈ અંબાલાલ પટેલે જાહેરાત કરી છે. અંબાલાલ પટેલે આગાહી આપી છે કે, દક્ષિણ ગુજરાતમાં હળવો વરસાદ પડી શકે. ત્યારે ઉત્તર ગુજરાતના અનેક જગ્યાએ હળવાથી ભારે વરસાદ પડશે. ગીર સોમનાથ, અમરેલી અને પોરબંદરમાં હળવાથી ભારે વરસાદ થશે. તો અમદાવાદ, વડોદરા, આણંદ અને પંચમહાલમાં પણ વરસાદની આગાહી કરાઇ છે. અરવલ્લી, ડાંગ અને વલસાડમાં ભારે વરસાદની સંભાવના રહેલી છે. પાટણ, મહેસાણા અને સાબરકાંઠામાં પણ હળવાથી ભારે વરસાદની આગાહી કરાઇ છે. આ સાથે જૂન મહિનાના અંતમાં ગુજરાત પાણીની તરબોળ થઇ થશે.

હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે, રાજ્યમાં અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતમાં પણ વરસાદની આગાહી કરી છે. કેટલાંક વિસ્તારમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરાઇ છે. જ્યારે મધ્ય ગુજરાતમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. તો બીજી બાજુ સૌરાષ્ટ્રમાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.

રાજ્યમાં આગામી પાંચ દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે. જો કે તારીખ 21 અને 22 જૂનના રોજ રાજ્યમાં દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. તો 22 જૂનના રોજ ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી કરાઇ છે. અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતમાં પણ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે.

Your email address will not be published.