અભિનેતા અમિત સાધ (Amit Sadh) પોતાના શાનદાર અભિનયથી બધાને પ્રભાવિત કરી રહ્યા છે. તે અભિનેતા તેની વ્યવસાયિક જીવન માટે હંમેશા હેડલાઇન્સમાં રહે છે, પરંતુ આ વખતે તે તેના અંગત જીવનને કારણે ચર્ચામાં છે, એક અહેવાલ અનુસાર અભિનેતા અમિત સાધ અને વિવિયન મોનોરી નામની બ્રિટિશ અભિનેત્રી સાથે સંબંધમાં છે. તેમણે સાત મહિના પહેલા ડેટિંગ કરવાનું શરૂ કર્યું હતું, અને તેઓ એકબીજા પ્રત્યે ખૂબ ગંભીર છે. અહેવાલમાં સૂચવવામાં આવ્યું છે, કે બંને પોતાના સંબંધને જાહેર કરવા માંગતા નથી.
સૂત્રોએ જણાવ્યા મુજબ બંને અવારનવાર મળે છે, અમિત સાધ (Amit Sadh) તેની ગર્લફ્રેન્ડને મળવા ઘણી વખત દેશોમાં પ્રવાસ કરે છે. વિવિયન પણ ભારત આવી હતી અને અમિત સાથે પ્રવાસે ગઈ હતી. અહેવાલ મુજબ ,બંને ગયા વર્ષે નવેમ્બરમાં સાથે પ્રવાસે ગયા હતા.બંને બાઇકમાં રસ ધરાવે છે અને તે બંને ‘એડ્રેનાલિન જંકી’ છે. અમિત સાધે ફેબ્રુઆરીમાં મોનોરીનો 26મો જન્મદિવસ ઉજવવા વિદેશનો પ્રવાસ કર્યો હતો.
આ પણ વાંચો: સાડી પહેરીને ગોવિંદાના ‘આંખિયોં સે ગોલી મારે’ પર સપના ચૌધરીના ડાન્સે મચાવ્યો હંગામો
હાલમાં અમિત સાધ ‘બ્રેથ ઇનટુ ધ શેડોઝ સીઝન 3’ માટે શૂટિંગ કરી રહ્યા છે. જો વિવિયન મોનોરીની વાત કરીએ તો તેમણે 2019માં લિયામ નીસનની ‘ઓર્ડિનરી લવ’માં અભિનય કર્યો હતો. આ ઉપરાંત, તે બ્રાઝિલની જીયુ-જિત્સુ એથ્લેટ પણ છે.