અમરેલીના એસપી નિર્લિપ્ત રાય પરથી ઘાત ટળી, જાફરાબાદના સમુદ્રમાં ડૂબતા ડૂબતા બચ્યા

| Updated: June 27, 2021 9:40 pm

અમરેલીના સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ નિર્લિપ્ત રાય સાથે રવિવારે એક ગંભીર દુર્ઘટના થતી રહી ગઈ હતી. આઇપીએસ અધિકારી નિર્લિપ્ત રાય 27 જૂને પરિવાર સાથે જાફરાબાદના બીચ  પર હતા, ત્યારે સમુદ્રમાં સ્થાન લેતી વખતે ડૂબતા ડૂબતા બચ્યા હતા. જોકે, તેમના કમાન્ડો તેમની મદદે દોડી ગયા હતા અને રાયને બચાવી લીધા હતા. તેમને તાત્કાલિક પ્રાથમિક સારવાર અપાઈ હતી. ત્યાર પછી તેમની સ્થિતિ સારી છે.

સૂત્રોએ કહ્યું કે, “તેઓ સમુદ્રમાં સ્નાન કરતા હતા ત્યારે અચાનક ડૂબવા લાગ્યા હતા. તેમના કમાન્ડો નજીકમાં જ હતા અને તેમણે રાયને સમુદ્ર કિનારે લાવીને પ્રાથમિક સારવાર આપી હતી. તેઓ હવે બરાબર છે.”

2010ની બેચના આઇપીએસ અધિકારી નિર્લિપ્ત રાય અગાઉ દિલ્હી યુનિવર્સિટીમાં પ્રોફેસર રહી ચુક્યા છે. અગાઉ તેઓ આઈઆરએસ તરીકે યુપીએસસીમાં પાસ થયા હતા. ત્યાર બાદ ફરીથી યુપીએસસીની પરીક્ષા આપીને તેઓ આઈપીએસ બન્યા. તેઓ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં એસીપી તરીકે નિયુક્ત થયા હતા અને ત્યાર પછી અમદાવાદમાં ઝોન-7ના ડીસીપી બન્યા હતા. તેઓ સુરત જિલ્લામાં એસપી હતા ત્યારે બૂટલેગરો સામે કડક કાર્યવાહી કરી હતી, પરંતુ તેમને તરત ઇન્ટેલિજન્સ વિભાગમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. રાયે ગુજરાતના મુખ્ય સચિવ રહી ચુકેલા ભૂતપૂર્વ આઇએએસ અધિકારી વરેશ સિંહાના પુત્રી સાથે લગ્ન કર્યા છે.

Your email address will not be published.