લેટેસ્ટ સરવેના તારણો જણાવે છે કે હાલ દેશમાં સરેરાશ 40 ટકા કર્મચારીઓ વધુ સારી લાઇફસ્ટાઇલ અને વધુ સેલેરી માટે પોતાની વર્તમાન જૉબ બદલવાની તૈયારી કરી રહ્યા છે. બીજી તરફ આ જ કારણોસર કંપનીઓ પર પોતાના ટેલેન્ટેડ અને કર્મઠ કર્મચારીઓને રોકવા માટે દબાણ વધી રહ્યું છે.
કોર્ન ફેરી ઇન્ડિયાના વાર્ષિક સરવેના તારણો અનુસાર કંપનીઓની આવકમાં વધારો થતા સેલેરીમાં પણ વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. તારણો મુજબ આ વર્ષે કંપનીઓ સેલરીમાં 10%થી વધુ વધારો કરવાની તૈયારીમાં છે. તેવું થશે તો સેલરીમાં થતો વધારો કોરોનાકાળ પૂર્વેના સ્તરે પહોંચી જશે.
રિપોર્ટમાં જણાવ્યું છે કે 2021માં સરેરાશ પગારવધારો 8.4% હતો,1 જ્યારે આ વર્ષે સરેરાશ 9.4% પગારવધારાનો અંદાજ છે. ટેક કંપનીઓમાં 10.5%, કન્ઝ્યુમર સેક્ટરમાં 10.1%, લાઇફ સાયન્સમાં 9.5%, સર્વિસ, ઓટો અને કેમિકલ કંપનીઓમાં 9% સુધી પગાર વધી શકે છે.16
તારણો જણાવે છે કે આઇટી સેક્ટરમાં સેલેરીમાં સૌથી મોટો વધારો થવાના સંકેતો છે. ટેક કંપનીઓ કર્મચારીઓની સેલેરીમાં 10.5 ટકા અને કન્ઝ્યુમર સેક્ટરમાં 10.1 ટકા સેલેરી વધારો થવાની શક્યતા છે. સરવેમાં 786 કંપનીઓ આવરી લેવામાં આવી હતી. રસપ્રદ વાત એ છે કે 60 ટકા કર્મચારીઓએ કંપનીઓ પાસેથી વાઇફાઇ ભથ્થુ મળવું જોઈએ એવી વાત કરી હતી.