ચંદ્રભાગા પ્રોજેક્ટના વિકાસની આડે આવતો હાઇકોર્ટનો જૂનો આદેશ

| Updated: May 11, 2022 1:58 pm

અમદાવાદઃ અમદાવાદમાં ચંદ્રભાગા સ્ટ્રીમ રિડેવલપમેન્ટ પ્રોજેક્ટના આડે હાઇકોર્ટનો જૂનો આદેશ આવી રહ્યો છે. આ પ્રોજેક્ટ ગાંધી આશ્રમ મેમોરિયલ અને પ્રેસિન્ટ ડેવલપમેન્ટ પ્લાનનો હિસ્સો છે, આ પ્લાને શહેર સુધરાઈમાં કાયદાકીય પ્રશ્નો ઊભા કર્યા છે.

તાજેતરમાં જ એએમસીએ ગુજરાત હાઇકોર્ટે 2002માં આપેલો આદેશ જોઈ જોયો હતો. તેમા ન્યાયાધીશ આર.કે. અબીચંદાની અને ડીએ મહેતાની બનેલી બેન્ચે આદેશ આપ્યો હતો કે શહેરમાં જળ સંસાધનોની આસપાસ વિકાસ કરી શકાય. ઓર્ડરમાં જણાવાયું હતું કે સરકારે વોટર બોડીઝને ગેઝેટમાં નોટિફાઇડ કરવી પડશે અને તે સુનિશ્ચિત કરવું પડશે કે વોટર બોડીઝનો હિસ્સો હોય તેવી કોઈપણ જમીન તેનાથી અલગ નહી પાડી શકાય કે વિવિધ એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટીઝને ટ્રાન્સફર પણ નહી કરી શકાય. તેની સાથે આ વોટર બોડીઝમાં પાણીનું સ્તર પણ જળવાઈ રહેવું જોઈએ.

આ આદેશમાં વધુમાં કહેવાયું છે કે આ વોટર બોડીઝની એટલી હદ સુધી સારસંભાળ લેવાવી જોઈએ કે ટાઉન પ્લાનિંગની સ્કીમો અને કોઈપણ પ્રકારના ડેવલપમેન્ટ પ્લાનમાં તેનો સમાવેશ નહી કરી શકાય. વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે જો સાબરમતી આશ્રમ પ્રોજેક્ટ માટે કોઈપણ પ્રકારનો અલગ લોકલ એરિયા પ્લાન તૈયાર કરવામાં આવે તો પણ કાયદાકીય મુદ્દાઓ સર્જાઈ શકે છે. અમારે સરકારને ખાતરી આપવી પડશે કે આ પ્રોજેક્ટની સાથે-સાથે વોટરબોડીઝનું પણ જતન થશે.

આ ઉપરાંત વોટર બોડીઝની નજીક કોઈપણ બિલ્ડિંગના કાટમાળનો ઢગલો નહી કરી શકાય, એમ હાઇકોર્ટે તેના આદેશમાં સ્પષ્ટપણે જણાવ્યું છે. જનરલ ડેવલપમેન્ટ કંટ્રોલ રેગ્યુલેશન્સ તેના હેઠળ રચવામાં આવ્યા છે. તેમા ડેવલપમેન્ટ ઝોન અને વોટર બોડીઝ વચ્ચે કેટલું અંતર રાખવુ જોઈએ તે પણ સ્પષ્ટ જણાવાયું છે. એફિડેવિટમાં જણાવાયા મુજબ આ અંતર કમસેકમ નવ મીટરનું હોવું જોઈએ.

Your email address will not be published.