આનંદનગરમાં પત્નીએ છુટછેડા આપ્યા બાદ પણ પતિએ તેને ગળા અને પેટમાં છરીના ઘા માર્યા

| Updated: April 20, 2022 8:34 pm

આનંદનગરમાં પત્નીએ છુટછેડા આપ્યા બાદ પણ પતિએ તેને ગળા અને પેટમાં છરીના ઘા માર્યા

પતિથી કંટાળી હોવાથી જ છુટાછેડા આપ્યા હતા, છતાં તે પરેશાન કરતો હતો, હુલમો કરી પૂર્વ પતિ ફરાર

અમદાવાદ,
આનંદનગરના જોધપુર ગામમાં રહેતી 31 વર્ષીય યુવતીએ છૂટાછેડા આપી દીધા બાદ પણ પૂર્વ પતિ તેને પરેશાન કરતો હતો. ગત 19મી એપ્રિલે એટલે હદે તે ઉશ્કેરાયો કે, તેણે યુવતીને ગળા અને પેટના ભાગે છરીના ઘા માર્યા હતા. જોકે યુવતી ભાનમાં લાંબો સમય આવી ન હતી. આ અંગે આનંદનગર પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે. જોકે છરીના ઘા માર્યા બાદ પૂર્વ પતિની પોલીસે શોધખોળ હાથ ધરી છે પરંતુ તેની કોઇ ભાળ હજુ સુધી મળી આવી નથી.

જીવરાજ વિસ્તારમાં આવેલી મનમંદિર સોસાયટીમાં ભરત ઠાકોર પરિવાર સાથે રહે છે. તેમની સૌથી મોટી દિકરી ડિમ્પલના લગ્ન 2009માં કિરણ ઠાકોર(રહે. નવરંગપુરા) સાથે થયા હતા. વર્ષ 2019માં હાર્ટ એટેક આવતા કિરણભાઇનું મોત થયું હતુ. બાદમાં ડિમ્પલના લગ્ન જાન્યુઆરી 2022માં આકાશ ઠાકોર સાથે થયા હતા. આકાશ ડિમ્પલને પરેશાન કરતો હોવાથી તેની સાથે છુટાછેડા લેવડાવી દીધા હતા. તેમ છતાં પણ તે ડિમ્પલને પરેશાન કરતો હતો. ડિમ્પલ પ્રાઇવેટ કંપની છેલ્લા દોઢ મહિનાથી નોકરી કરે છે. આ દરમિયાન 19 એપ્રિલના રોજ ડિમ્પલ નોકરી પર હતી બાદમાં તેના પિતાને તેણે કોલ કરી જણાવ્યુ કે, આકાશે તેને ગળા અને પેટના ભાગે છરી મારી દીધી હતી. ડિમ્પલને સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા. ડિમ્પલને ગંભીર ઇજાઓ થઇ હોવાથી તે ભાનમાં ન હતી. આ અંગે ડિમ્પલના પિતાએ આકાશ ઠાકોર સામે આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી હતી.

Your email address will not be published.