1500 કરોડનું ફુલેકુ ફેરવનાર અનિલ સ્ટાર્ચના માલિક અમૂલ શેઠની ધરપકડ, એક દિવસના રિમાન્ડ મંજૂર

| Updated: October 12, 2021 1:20 pm

ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ તેમજ મહારાષ્ટ્રમાં કરોડો રૂપિયાનું કૌભાંડ આચારનાર અનિલ સ્ટાર્ચ મિલના માલિક અમૂલ શેઠની ધરપકડ કરાઇ છે. રૂપિયા 1500 કરોડનું ફુલેકુ ફેરવનાર અમૂલ શેઠની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે રાજસ્થાનના જેસલમેરની એક હોટેલમાંથી ધરપકડ થઈ હતી. આરોપી અમૂલ શેઠને કોર્ટમાં રજૂ કરીને 14 દિવસના રિમાન્ડની માંગણી પણ કરી હતી, પરંતુ કોર્ટે ફક્ત એક દિવસના રિમાન્ડની મંજૂરી અપાઈ છે.

આ ઉપરાંત અનિલ સ્ટાર્ચ કંપનીના માલિક અમૂલ શેઠ, અનીસ શેઠ, કમલ શેઠ અને પાયલ શેઠ સહિત અન્યો સામે રોકાણકારોએ ગાંધીનગર, સીઆઈડી ક્રાઈમ સહિત અન્ય જગ્યાએ ફરિયાદો કરી હતી, પરંતુ રાજનૈતિક છેડાઓના થકી તેઓ સામેની ફોજદારી કાર્યવાહી કરી અઢી વર્ષથી આ મામલો દબાવી રાખવામાં આવ્યો હતો.

નોંધનીય છે કે, ક્રાઈમ બ્રાન્ચે અમૂલ શેઠને અમદાવાદની કોર્ટમાં રજૂ કરી 14 દિવસના રિમાન્ડની અપીલ કરી હતી. જેના માટે ક્રાઇમ બ્રાન્ચ આરોપી અમૂલ શેઠે કરોડોનું ફુલેકુ ફેરવ્યું હોવાથી તેમાં સામેલ આરોપીઓની તપાસ કરવાની છે. તેમજ આરોપીને સાથે રાખીને તેમની કંપનીમાં રોકાણકારોના દસ્તાવેજો અને કોમ્પ્યુટરો પણ કબ્જે લેવાના છે, પરંતુ કોર્ટે એક દિવસના પોલીસ રિમાન્ડ પર સોંપવા હુકમ કર્યો હતો.

Your email address will not be published. Required fields are marked *