કરોડોનું ફૂલેકું ફેરવનાર અમોલ શેઠ ઝડપાયો : ક્રાઈમ બ્રાન્ચે જેસલમેરના રિસોર્ટમાંથી કરી ધરપકડ

| Updated: October 16, 2021 12:12 pm

લોભિયા હોય ત્યાં ઘુતારા ભૂખ્યા ના મરે આવું જ કઈક બન્યું અનિલ સ્ટાર્ચના માલિક અમોલ શેઠ અને તેના સાગરીતે શિવ પ્રસાદ કાબરાએ લોકોને કંપનીમાં રોકાણ કરી 12 ટકાના વ્યાજની લાલચ આપી કરોડો રૂપિયા ખંખેરી નાંખ્યા હતા. જે બન્ને મહાઠગને ક્રાઇમ બ્રાન્ચે રાજસ્થાનના જેસલમેરના રિસોર્ટમાંથી બંને મહાઠગોની ધરપકડ કરી રિમાન્ડ મેળવ્યા છે.

રૂપિયા 1500 કરોડનું ફુલેકુ ફેરવનાર અનિલ સ્ટાર્ચ મિલના અમોલ શેઠની ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે રાજસ્થાનના જેસલમેરની એક હોટલમાંથી અમોલ શેઠની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે અમોલ શેઠ ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ તેમજ મહારાષ્ટ્રમાં કરોડો રૂપિયાનું કૌભાંડ આચરી ચૂક્યો છે. અમોલ શેઠ પોતે અનિલ સ્ટાર્ચ મિલનો માલિક છે

પોલીસે આરોપી અમોલ શેઠને કોર્ટમાં રજૂ કરીને 14 દિવસના રિમાન્ડની માંગણી પણ કરી હતી. જોકે  કોર્ટે એક દિવસના પોલીસ રિમાન્ડ મંજુર કર્યા હતા. આ ઉપરાંત  કૌભાંડમાં સંડોવાયેલા શિવપ્રસાદ કાબરાને પણ ઝડપી લેવાયો છે. બીજી બાજુ અનિલ સ્ટાર્ચના માલિક અમૂલ શેઠની ધરપકડ થયાની જાણ અન્ય રોકાણકારોને થતાં જ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં ભોગ બનેલા લોકો ફરિયાદ કરવા દોડી આવ્યા હતા. પરંતુ કંપનીના અન્ય માલિકો હાલ ભૂર્ગભમાં ચાલ્યા ગયા છે.

અનિલ સ્ટાર્ચના કંપનીના માલિક અમૂલ શેઠ, અનીસ શેઠ, કમલ શેઠ અને પાયલ શેઠ સહિત અન્યોની સામે રોકાણકારોએ ગાંધીનગર મુખ્યમંત્રી, CID ક્રાઈમ સહિત અન્ય જગ્યાએ ફરિયાદો કરી હતી. જોકે અમૂલ શેઠ રાજકીય પીઠબળ ધરાવતા હોવાથી તેઓની સામેની ફોજદારી કાર્યવાહી કરી અઢી વર્ષથી આ મામલો દબાવી રાખવામાં તેઓ સફળ રહ્યાં હતાં.

આરોપી અમૂલ શેઠે કરોડોનું ફુલેકુ ફેરવ્યું હોવાથી તેમાં સંકળાયેલ અન્ય આરોપીઓની પણ તપાસ કરવાની છે. આરોપીને સાથે રાખીને તેમની કંપનીમાં રોકાણકારોના દસ્તાવેજો અને કોમ્પ્યુટરો પણ કબ્જે લેવાના છે જેવી બાબતો કોર્ટમાં રજુ કરવામાં આવી હતી. જોકે કોર્ટે એક દિવસના પોલીસ રિમાન્ડ પર સોંપવા હુકમ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, આરોપીએ ગુજરાત ઉપરાંત રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં પણ કરોડોનું કૌભાંડ આચર્યુ છે.

ગુજરાત સહિત મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં પણ 400 થી 500 લોકોને ડબલ પૈસા કરવાની લાલચ આપી 1500 કરોડનું ફૂલેકુ  ફેરવી આરોપીઓ સામે 10થી વધારે છેતરપીંડીની ફરિયાદ દાખલ થતાં આરોપીઓ ભુગર્ભમાં ઉતરી ગયા હતા. પોલીસે આરોપીઓની શોધખોળ હાથ ધરી ત્યારે જાણવા મળ્યું કે બંને આરોપીઓ રાજસ્થાનના જેસલમેરમાં છે. ક્રાઇમ બ્રાન્ચ જ્યારે જેસલમેર પહોચી ત્યારે બન્ને આરોપીઓ જેસલમેરની રિસોર્ટમાં લોકોના પૈસાથી જલસા કરી રહ્યા હતા. પોલીસે બંને આરોપીઓને જેસલમેરના રિસોર્ટમાંથી જ ઝડપી પાડ્યા હતા.

Your email address will not be published. Required fields are marked *