અંકલેશ્વરની યુનિયન બેંકમાં (Bank) 44 લાખની લૂંટના ગુનામાં પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીઓને ઝાડપી પાડ્યા. લૂંટારાઓએ કરેલી 10 રાઉન્ડ ફાયરિંગ સામે પણ ભરૂચ પોલીસના જવાનોએ પોતાના જીવની ચિંતા કર્યા વગર લૂંટારાઓનો સામનો કરતા સમગ્ર કેસનો ભેદ ઉકેલ્યો હતો.
અંકલેશ્વરમાં પીરામણ નાકા પાસે આવેલી યુનિયન બેંકમાં (Bank) બેંક ક્લોઝિંગ ટાઈમે બે બાઇક પર 5 લૂંટેરાઓ આવ્યા હતા. ગાર્ડ અને લોકોને તમંચાની અણીએ બંધક બનાવી 44 લાખ રૂપિયાની લૂંટી ભાગવા જય રહ્યા હતા. પણ બહાર કરીયાણું લેવા આવેલા સાયબર સેલના ધર્મેન્દ્રસિંહ ઝાલાએ લૂંટેરાઓને પડકાર્યા હતા.
પોલીસ કંટ્રોલને મેસેજ મળતા પહેલેથી જ રાતની ફાયરિંગની ઘટનાની તપાસમાં રહેલા એલસીબી પી.આઈ. કે.ડી. મંડોરા, પંચાણી, જે.બી. જાદવ, એમ.એચ. વાઢેર, જે.એન. ભરવાડ, શકોરિયા સહિતના એક્શનમાં આવી ગયા હતા. લૂંટેરાઓએ કરેલ 10 રાઉન્ડ ફાયરિંગમાં પોલીસે બે રાઉન્ડ ફાયરિંગમાં જ એક લૂંટેરો રાહુલ કુમાર ઘવાયો હતો અને લૂંટના 22.54 લાખ સાથે ઝડપાઇ ગયો હતો.
પોલીસે રાત્રે કરેલા સર્ચ ઓપરેશનમાં મીરાનગરમાંથી રોહિત નવલ મંડલ, મનીષ નરેશ મંડલ, મુકેશ નવલ મંડલ અને દિપક સુબોધ સીંગને 4 તમંચા, બે બાઇક, 5 મોબાઈલ અને લૂંટના અન્ય રોકડા 15.25 લાખ સાથે ઝડપી પડ્યા હતા. આ સમગ્ર ઓપરેશન માત્ર 8 કલાકમાં પાર પડાયું હતું. જેની નોંઘ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ લીધી હતી. અને તેમણે ભરુચ પોલીસને અભિનંદન પાઠવ્યા હતા. હજી લૂંટના 6.45 લાખ, લૂંટ પાછળનું મકસદ અને સમગ્ર પ્લાન અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: અરવલ્લી જિલ્લામાં માઝા મૂકતા ચોરોઃ શામળપુરમાં દુકાન લૂંટી