ગુજરાતના વધુ એક પ્રખ્યાત મેળાને મંજૂરી અપાઈ, પરંતુ પશુ મેળો નહિ યોજાય

| Updated: July 30, 2022 4:47 pm

કોરોનાને કારણે છેલ્લા બે વર્ષથી કોઇ મેળાને મંજૂરી આપવામાં આવી નથી.કોરોનાના કેસો ઓછા થતાની સાથે હવે લોકોમાં આશા જાગી છે કે છેલ્લા બે વર્ષથી જે તહેવારો અને મેળાનો આંનદ નથી કર્યો તે આ વર્ષના કરવા મળે.

મળતી માહિતી અનૂસાર સુરેન્દ્રનગરનો વિશ્વ વિખ્યાત તરણેતરનો મેળો આ વખતે યોજાશે.સરકારે મેળાને આપી મંજૂરી

થોડા દિવસ પહેલા રાજકોટના લોકમેળાને મંજૂરી આપવામાં આવી હતી જે બાદ ગુજરાતના વધુ એક પ્રખ્યાત મેળાને મંજૂરી આપવામાં આવી છે.૩૦ ઓગસ્ટથી લોકમેળાનું આયોજન કરવામાં આવશે.પરંતુ મહત્વની વાત એ છે કે આ મેળામાં પશુ મેળો નહી યોજાય કારણે રાજયમાં લમ્પીના કેસોમાં વધારો થયો છે.ગ્રામ પંચાયત દ્વારા તૈયારીઓ આદરી દેવામાં આવી છે.

ભાદરવા માસની ત્રીજના દિવસે તેનું આયોજન કરવામાં આવે છે.2008 ના વર્ષથી મેળામાં પશુ પ્રદર્શન અને હરીફાઇનું આયોજન કરવામાં આવે છે પરંતુ આ વખતે લમ્પીના રોગને ધ્યાનમાં રાખીને પશુમેળાને રદ્ર કરવામાં આવ્યો છે.થોડા જ સમયમાં તહેવારો નજીક આવી રહ્યા છે આ વખતે લોકો દરેક તહેવારો ઉજવાના મુડમાં જોવા મળી રહ્યા છે.દિવાળી અને નવરાત્રીની પણ લોકો આતૂરતાથી રાહ જોઇ રહ્યા છે.હવે જોવાનું રહ્યું કે સરકાર મંજૂરી આપે છે કે નહી

Your email address will not be published.