રાધિકા આપ્ટેએ (Radhika Apte) રેપિડ-ફાયર રાઉન્ડના ઇન્ટરવ્યૂમાં કેટલાક “જનરલ ઝેડ સ્લેંગ” શીખ્યા જેનો વિડિયો બ્રુટ ઇન્ડિયાએ પોસ્ટ કર્યો હતો. આ વિડિયોનું શીર્ષક “રાધિકા આપ્ટેના (Radhika Apte) મુંબઈના ઘરમાં” હતું. શીર્ષક જોતાં એવું લાગી શકે છે કે અભિનેત્રી ચાહકોને તેના ઘરની મુલાકાત આપશે, પણ ખરેખર તે માત્ર વાર્તાલાપ અને વિલક્ષણ સેગમેન્ટ્સનો સંગ્રહ છે.
જોકે, રાધિકાએ તેના ઘર વિશે થોડી વાત કરી હતી. જેમાં તેના શરૂઆતના દિવસો વિશે વાત કરી હતી જેમાં તે અન્ય ભાડૂતો સાથે લોખંડવાલાના મકાનમાં રહેતી અને તેઓ ત્રણ લોકોએ એક બેડરૂમ શેર કર્યો હતો. કઈ રીતે દર મહિને રૂ. 10,000 પર જીવતા હતા. અને પછી કઈ રીતે રાધિકા સોફા પર તૂટી પડતી હતી. તેણીએ કહ્યું હતું કે તે રકમ પર દરેક વ્યક્તિ યોગ્ય રીતે જીવી શકે છે. તમારે ગમે તેટલી મુસાફરી કરવાની હોય તે બસથી કરવી પડે અને રસોઈ ઘરે કરવી પડે. જો તમે કંઈક ઓર્ડર કરો તો પણ તે પૂરતું થાય છે.
આ પણ વાંચો: વડોદરાના ઐતિહાસિક સુરસાગર તળાવમાં ફરી એક વખત અસંખ્ય માછલીઓના મોત
રાધિકાએ પછી એક રમતમાં ભાગ લીધો જ્યાં તેને જનરલ ઝેડ સ્લેંગ પર પ્રશ્નો કરવામાં આવ્યા હતા, અને પછી પ્રશ્નોના રેપિડ-ફાયર રાઉન્ડમાં ભાગ લીધો હતો. તેમાં રાધિકાએ કહ્યું કે, “સામાન્ય રીતે, લોકો તમને કેટલાક હાસ્યાસ્પદ પ્રશ્નો પૂછે છે. આ વ્યક્તિ ગમે છે કે આ વ્યક્તિ? તમે જે બે કલાકારો સાથે કામ કર્યું હોય તેમાંથી તમે કોઈ એકને પસંદ કરી શકતા નથી. આ શું છે, આપણે શું કિશોરો છીએ?
પેડ મેન અને અંધાધૂન જેવી હિટ ફિલ્મો સાથે બોલિવૂડમાં પ્રવેશતા પહેલા રાધિકા શરૂઆતમાં પ્રાદેશિક ભાષાની ફિલ્મોમાં જોવા મળી હતી. તે નેટફ્લિક્સની સેક્રેડ ગેમ્સની પ્રથમ સિઝનમાં અને પછી ઘૌલ અને રાત અકેલી હૈમાં પણ જોવા મળી હતી. તે હવે પછી વિક્રમ વેધા અને Apple TV+ શ્રેણી શાંતારામની હિન્દી રિમેકમાં જોવા મળશે.