શું નેતાઓ માટે કોરોનાના નિયમો નથી: વેરાવળમાં મેરેથોન દોડમાં મોટી સંખ્યામાં લોકોને ભેગા કરાયા

| Updated: January 9, 2022 3:40 pm

ગુજરાતમાં કોરોના વાયરસની સાથે ઓમિક્રોનના કેસોમાં પણ સતત વધતા જઈ રહ્યા છે. જેથી સરકાર દ્વારા લોકોને સાવચેત રહેલા અને કોરોના ગાઈડલાઈનનું પાલન કરવા માટેની સૂચનાઓ આપવામાં આવી રહી છે. પરતું હવે એવું સાફ દેખાઇ રહ્યું છે કે, કોરોનાના નિયમો માત્ર પ્રજા માટે જ બનાવવામાં આવ્યા છે. વેરાવળમાં નેતાઓએ મેરેથોન દોડમાં મોટી સંખ્યામાં લોકોને ભેગા કર્યા હતા.

કોરોના મહામારી વચ્ચે વેરાવળમાં ભારત વિકાસ પરિસદ દ્વારા મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દોડમાં હજારો સ્પર્ધકો ભાગ લેવા માટે મોટી સંખ્યામાં પહોચ્યા હતા. ભાજપના નેતાઓ દ્વારા ફરી સરેઆમ કોરોનાગાઇડલાઇનના ધજાગરા ઉડ્યા હતા.

આ મેરેથોનને લીલીઝંડી સાંસદ રાજેશ ચુડાસમા, જિલ્લા ભાજપ પ્રમુખ માનસિંગ પરમાર, નગરપાલિકા પ્રમુખ પિયુષ ફોફડી સાથે રાજકીય પદાધિકારીઓએ આપી હતી.લોકોની માંગ ઉઠતા મોડે મોડે વિકાસ પરિષદના કલ્પેશ શાહ વિરુદ્ધ ફરિયાદ નોંધાય હતી.

આ મેરેથોન દોડમાં સાંસદ રાજેશ ચુડાસમાની હાજરીમાં જ નિયમોના ધજાગરા ઉડ્યા હતા. પદાધિકારી-નેતાઓએ નિયમોનું ઉલ્લંઘ કરે તેને લઇને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

Your email address will not be published.