Army Day: ભારતીય સેનાના અદમ્ય સાહસ, શૌર્યને સો સલામ

| Updated: January 15, 2022 11:40 am

તમને જણાવી દઈએ કે આ દિવસે રાજધાની દિલ્હી અને તમામ આર્મી હેડક્વાર્ટરમાં સૈન્ય પરેડ, સૈન્ય પ્રદર્શન અને અન્ય કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે. આ દરમિયાન સમગ્ર દેશ સેનાના અદમ્ય સાહસ, શૌર્ય, શૌર્ય અને બલિદાનને યાદ કરે છે.

ભારતીય સેના માટે આજનો દિવસ એટલે કે 15 જાન્યુઆરી ખૂબ જ ખાસ છે અને હકીકતની જો વાત કરવામાં આવે તો આજના દિવસે 1949માં ફિલ્ડ માર્શલ કેએમ કરિયપ્પાએ જનરલ ફ્રાન્સિસ બુચર પાસેથી ભારતીય સેનાની કમાન સંભાળી હતી અને તેની સાથે . ફ્રાન્સિસ બુચર ભારતના છેલ્લા સેનાની કમાન હતા.અ

ભારતીય સેનાના ટોચના કમાન્ડર તરીકે કરિઅપ્પાએ કાર્યભાર સંભાળ્યો હતો તેની યાદમાં આ દિવસ દર વર્ષે ‘આર્મી ડે’ તરીકે ઉજવવામાં આવે છે.અને તેની સાથે જો વાત કરવામાં આવે આર્મી હેડક્વાર્ટરમાં સૈન્ય પરેડ, સૈન્ય પ્રદર્શન અને અન્ય કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે અને સમગ્ર દેશ સેનાના અદમ્ય સાહસ, શૌર્ય અને બલિદાનને યાદ કરવામાં આવે છે આજના દિવસે.15 જાન્યુઆરી 2022ના રોજ 74મો આર્મી ડે ઉજવાઇ રહ્યો છે.

કોલકાતામાં ઈસ્ટ ઈન્ડિયા કંપની દ્વારા 1776માં ભારતીય સેનાની રચના કરાઇ હતી 1947 માં દેશ આઝાદ થયો, ત્યારે પણ ભારતીય સેનાના પ્રમુખ બ્રિટિશ હતા અને છેલ્લા બ્રિટિશ કમાન્ડર-ઇન-ચીફ જનરલ ફ્રાન્સિસ બુચરે ભારતીય સેનાની કમાન ભારતીય લેફ્ટનન્ટ જનરલ કે.એમ. કરિયપ્પાને સોંપવામાં આવી હતી અને ત્યાર બાદ આ પછી જ તેઓ સ્વતંત્ર ભારતના પ્રથમ ભારતીય લશ્કરી કમાન્ડર બન્યા હોવાની માહિતી છે અને તે ભારતના ઇતિહાસની સૌથી મહત્વપૂર્ણ ઘટનાઓમાંની એક માનવામાં આવે છે.

તેથી જ દર વર્ષે 15 જાન્યુઆરીએ ભારતીય સેના દિવસ તરીકે ઉજવાઇ છે અને આર્મી ડે મનાવવાનો હેતુ એ પણ છે કે દેશની રક્ષામાં પોતાનો જીવ આપનાર તમામ શહીદોને સલામ કરવાનો અને તેમની દેશ માટે શહિદી યાદ કરવાનો અને દેશની સેવામાં લાગેલા જવાનોને સલામ કરવાનો પણ કહી શકાય.દેશ માટે સૈનિકો સતત કામગીરી કરતા હોય છે તેઓ ઠંડી,ગરમી અને વરસાદ જોયા વગર દેશ માટે સતત ખડે પગે ઉભા રહે છે.દેશના હિતમાં પોતાના પરિવારની ચિંતા વગર દેશની ચિંતા કરીને સતત કામ અને સુરક્ષા કરતા રહે છે.દેશના જવાનોને vibes of india સલામ કરે છે.

Your email address will not be published.