નાસિકમાં એક પરિવારે તાજેતરમાં પોતાની પુત્રીના લગ્ન મુસ્લિમ યુવક સાથે કરાવ્યા હતા, પરંતુ સમાજના ઉગ્ર વિરોધના કારણે લગ્નની ઉજવણી હિંદુ રિવાજ પ્રમાણે કરવી પડી હતી. આ લગ્નના વિરોધીઓએ તેને “લવ જેહાદ”નો કેસ ગણાવ્યો હતો.
આ કાર્ય રદ કરવામાં આવ્યું છતાં પરિવારના સભ્યોએ નિર્ણય લીધો હતો કે તેઓ તેમની પુત્રીની પસંદગી પડખે ઉભા રહેશે. તેમના મતે બળજબરીથી ધર્માંતરણનો કોઈ કોઈ પ્રયાસ થયો ન હતો. આ લગ્નની સ્થાનિક કોર્ટમાં નોંધણી પણ થઈ ચુકી છે.
અહીંના જાણીતા ઝવેરી અને કન્યાના પિતા પ્રસાદ અડગાંવકરે કહ્યું કે તેમની 28 વર્ષીય પુત્રી રસિકા વિકલાંગ છે. તેના માટે યોગ્ય વર મેળવવામાં તેમને ઘણી તકલીફ પડી હતી. તાજેતરમાં યુવતી અને તેના ભૂતપૂર્વ ક્લાસમેટ આસિફ ખાને લગ્ન કરવાની ઇચ્છા દર્શાવી હતી. પાછલા કેટલાક વર્ષોથી બંને પરિવારો એકબીજાને જાણતા હોવાથી તેઓ લગ્ન માટે સંમત થયા હતા.
અડગાંવકરે જણાવ્યું કે મે મહિનામાં બંને પરિવારની હાજરીમાં નાસિકની કોર્ટમાં લગ્ન નોંધાયા હતા. તે સમયે યુવતી 18 જુલાઇએ તેના સાસરીયે જવા પહેલાંની ધાર્મિક વિધિ કરવા પણ સંમત થઈ હતી.
પિતાએ જણાવ્યું હતું કે, નાસિકની એક હોટલમાં નજીકના સંબંધીઓની હાજરીમાં આ કાર્યક્રમ યોજાવાનો હતો. પરંતુ તે પછી આમંત્રણ કાર્ડની એક નકલ ઘણાં વોટ્સએપ જૂથોમાં ફેલાવવામાં આવી હતી. જેમાં કાર્ય રદ થાય તે માટે વિરોધ, સંદેશા અને કોલ્સ કરવામાં આવ્યા જે “અજાણ્યાં” લોકો દ્વારા કરવામાં આવ્યા હતા.
9 જુલાઈના રોજ અડગાંવકરે કહ્યું કે સમુદાયના સભ્યો દ્વારા તેમને મળવા જણાવ્યું હતું. મિટિંગ દરમિયાન ઝવેરીએ દાવો કર્યો હતો કે તેમને ફંક્શન ન રાખવા માટે “સલાહ” આપવામાં આવી હતી. પરિવારના અન્ય એક સભ્યએ જણાવ્યું કે, “સમાજના લોકો અને અન્ય લોકો તરફથી ઘણું દબાણ આવવાનું શરૂ થયું, અને તેથી લગ્ન સમારંભને રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો.”
ત્યારબાદ પરિવારે સ્થાનિક સમુદાયની સંસ્થાને એક પત્ર રજૂ કર્યો હતો કે વિધિ રદ કરવામાં આવી છે. નાસિકના લાડ સુવર્ણકાર સંસ્થાના પ્રમુખ સુનીલ મહેલકરે જણાવ્યું હતું કે, “અમને પરિવાર તરફથી એક પત્ર મળ્યો છે અને તેઓએ અમને જાણ કરી કે લગ્ન રદ કરવામાં આવ્યા છે.”