દેવભૂમિ દ્વારકામાં એસીબીએ મહિલા સરપંચ અને તેના પતિ ડોક્ટરને દોઢ લાખ રુપિયાની લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડ્યો હતા.આ સાથએ મહિલા સરપંચના પતિએ 4 લાખ રુપિયા, ઘરવખરી સામાન અને આઈફોન જેવા મોંઘા ફોનની માંગણી પણ કરી હોવાનું સામે આવ્યું છે.
આ અંગે મળતી માહિતી પ્રમાણે, ખંભાળિયા તાલુકાના વાડીનાર ગ્રામપંચાયતનાં મહિલા સરપંચ હુશેનાબાનુ અબ્બાસભાઈ સંઘાર અને તેના પતિ જે ડોક્ટર છે. તેઓએ તાજેતરમાં IOCL વાડીનાર ખાતે બાઉન્ડરી વોલનું બાંધકામ અને સાઇટ ડેવલપમેન્ટ કરવા માટેના કામનો વર્ક ઓર્ડર મેળવનાર પેઢીના માલિક સાથે કામ કરવા બાબતે ચર્ચાઓ કરી હતી. આ કામ ચાલુ કરવા તથા કામમાં અડચણ નહીં કરવા માટે વાડીનાર ગ્રામપંચાયતના મહિલા સરપંચના પતિએ રૂ.4 લાખ તથા ઘરવખરીનો સામાન, 3-મોબાઇલ તથા બે આઇફોનની માગણી કરી હતી.
આ લોકોએ ઘરવખરીનો સામાન તથા 2 સેમસંગ તથા એક નોકિયા મળી 3 મોબાઇલ ફોન અને રૂ.50 હજાર રોકડા મેળવી લીધા હતા. આ ઉપરાંત વધારાના રૂપિયા 3.50 લાખ તથા બે આઇ ફોન પૈકી રૂ.1.50 લાખની રકમ માટે તેઓને ફોન કરતો હતો. જો કે, તમામ વસ્તુઓ આપવા માટે તેઓએ રાજકોટ બોલાવ્યા હતા. જો કે, તેમને રંગે હાથે ઝડપી પાડવા માટે રાજકોટ એસીબીનો સંપર્ક કર્યો હતો. જેથી એસીબી દ્વારા વોચ રાખવામાં આવી હતી. એસીબીએ 1.50 લાખ રુપિયા સાથે ડોક્ટરને રંગે હાથે ઝડપી પાડ્યો હતો.