ગુજરાત કેડરના 1988ની બેચના સિનિયર આઇપીએસ ઓફિસર અતુલ કરવાલની પોસ્ટને હવે ડિરેક્ટરથી આગળ વધારીને સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ પોલીસ એકેડેમી (SVPNPA)ના ડિરેક્ટર જનરલની કરવામાં આવી છે. આ અંગે 22 જૂને ઓર્ડર બહાર પાડવામાં આવ્યો હતો. નવી દિલ્હીમાં નોર્થ બ્લોક ખાતે એવી અટકળો ચાલે છે કે 31 માર્ચ, 2024ના રોજ નિવૃત થઈ રહેલા કરવાલને હાલની પોસ્ટ ઉપર એક્સટેન્શન આપવામાં આવશે, અથવા કેન્દ્રમાં અન્ય કોઈ ટોચની જોબ મળી શકે છે. તેમના ઉજ્જવળ સર્વિસ રેકોર્ડને ધ્યાનમાં લેતા આ બાબતમાં કોઈ શંકા નથી!
SVPNPAમાં અતુલ કરવાલની પોસ્ટને DG સ્તરે પ્રમોટ કરાઈ

તમને કદાચ ગમશે
વીઓઆઈ તરફથી વધુ
કોપીરાઇટ @ 2021 Vibes of India એ ભારત સરકાર સાથે નોંધાયેલ વિરાગો મીડિયા પ્રાઈવેટ લિમિટેડનો એક વિભાગ છે.