બંગાળ: મુખ્યમંત્રી મમતા બેનર્જીને એકેડેમી એવાર્ડ મળતા લેખિકા રત્ના બેનર્જીએ તેમનો એવોર્ડ કર્યો પરત

| Updated: May 11, 2022 1:02 pm

બંગાળી લેખિકા અને લોક સંસ્કૃતિ સંશોધકે મંગળવારના રોજ પશ્ચિમબંગા બાંગ્લા એકેડેમી દ્વારા સાહિત્યમાં તેમના યોગદાન બદલ મુખ્યમંત્રી મમતા બેનર્જીને વિશેષ પુરસ્કાર એનાયત કરવાના નિર્ણયનો વિરોધ કરવા માટે તેમને આપવામાં આવેલો પુરસ્કાર પરત કર્યો હેતો.

વર્ષ 2019માં ‘અન્નદા શંકર સ્મારક’ સન્માન પ્રાપ કરનારા રત્ના રશીદ બેનરજીએ પુરસ્કાર પરત કરતાં અકાદમીના અધ્યક્ષ અને શિક્ષણ મંત્રી બ્રત્યા બસુને પત્ર લખીને જણાવ્યું હતું કે, રવીન્દ્રનાથ ટાગોરની જન્મજયંતિ નિમિત્તે મુખ્યમંત્રીને નવો સાહિત્ય પુરસ્કાર એનાયત કરવાના નિર્ણયને પગલે આ એવોર્ડ તેમના માટે “કાંટોનો તાજ” બની ગયો છે.

રશીદ બેનર્જીએ કહ્યું હતું કે, એક લેખક તરીકે હું મુખ્યમંત્રીને સાહિત્યિક પુરસ્કાર આપવાના પગલાથી અપમાનિત અનુભવું છું. આ આવનારા સમયમાં ખરાબ દાખલો બેસાડશે. માનનીય મુખ્યપ્રધાનના અવિરત સાહિત્યિક અનુસંધાનની પ્રશંસા કરતું અકાદમીનું નિવેદન સત્યની વિડંબના છે.

સોમવારના રોજ રબિન્દ્રનાથ ટાગોરની જન્મજયંતિની ઉજવણી નિમિત્તે રાજ્ય સરકાર દ્વારા આયોજિત કાર્યક્રમમાં આ વર્ષે રજૂ કરાયેલા એવોર્ડની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં મુખ્યમંત્રી મમતા બેનર્જીના 900થી વધુ કવિતાઓના સંગ્રહ ‘કબીતા બિતાન’ પુસ્તક માટે તેમનો પુરસ્કાર જાહેર કરાયો હતો. આ કાર્યક્રમમાં મમતા બેનર્જી હાજર હોવા છત્તા તેમના વતી બસુએ એવોર્ડ લીધો હતો.

લેખો અને ટૂંકી વાર્તાઓના 30 થી વધુ પુસ્તકોના લેખક રત્ના બેનર્જીએ વધુમાં જણાવ્યું હતું કે, એકેડેમીના અધ્યક્ષ બ્રત્યા બાસુ દ્વારા તેમની હાજરીમાં એવોર્ડની જાહેરાત કરવામાં આવ્યા બાદ, મુખ્યમંત્રી એવોર્ડ ન સ્વીકારીને પરિપક્વતા બતાવી શક્યા હોત, પરંતુ આવું થયું નહીં.

આ ઘટનાની પ્રતિક્રિયા આપતા બ્રતયા બાસુએ કહ્યું હતું કે, બાંગ્લા એકેડેમીએ એવા લોકોને પુરસ્કાર આપવાનો નિર્ણય કર્યો છે જેઓ સાહિત્ય તેમજ સમાજના અન્ય ક્ષેત્રોની સુધારણા માટે અથાક મહેનત કરી રહ્યા છે.

Your email address will not be published.