મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે અષાઢી બીજ-કચ્છી નૂતનવર્ષની સૌ કચ્છીઓને શુભેચ્છાઓ પાઠવી

July 1, 2022 9:05 am

ગાંધીનગર: ગુજરાતમાં અને દેશ દુનિયામાં પોતાની વિશિષ્ટ ઓળખ ધરાવતું કચ્છ અને ત્યાં વસતાં કચ્છીઑ અને દેશ દુનિયામાં રહેલા કચ્છીઑને રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે શુભેચ્છાઓ પાઠવી છે. રાજયના ગુજરાતના મુખ્યમંત્રીને બુધવારે કોરોનાના લક્ષણ હોવાની વાત સામે આવી હતી અને ત્યારબાદ તેઓ રથયાત્રામાં પિહંદ વિધિ નહીં કરે એ પણ વાત બહાર આવી હતી. પરંતુ મુખ્યમંત્રી કાર્યલય ધ્વારા […]

ગુજરાતીઓને વતન નથી છોડવું એટલે IAS ઓછા બને છે: મંત્રી નરેશ પટેલ

June 29, 2022 1:32 pm

ગાંધીનગર: સ્વર્ણિમ સંકુલ 2 માં રાજ્ય સરકારના આદિજાતિ વિકાસ વિભાગના 106 ATDO અને 70 જેટલા શિક્ષકોને નિમણુંક પત્ર એનાયત કરવાનો કાર્યક્રમ મંગળવારે યોજાયો હતો. આ કાર્યક્રમમાં સંબોધન કરી રહેલ રાજ્યના આદિજાતિ વિભાગના કેબિનેટ મંત્રીએ કહ્યું હતું કે, ગુજરાતીઓને વતન છોડવું નથી જેથી ગુજરાતમાંથી IAS ઓફિસર ઓછા બને છે. ગાંધીનગર ખાતે યોજાયેલ નિમણુંક પત્ર એનાયત સમારોહમાં […]

LRDની પરીક્ષાનું ફાઈનલ પરિણામ ઓગસ્ટમાં જાહેર થશે: LRD ભરતી બોર્ડ ચેરમેન ડો હસમુખ પટેલ

June 29, 2022 1:03 pm

ગાંધીનગરઃ લોક રક્ષક દળની ભરતીની શારીરિક કસોટી ડિસેમ્બર જાન્યુઆરીમાં લેવામાં આવી હતી જ્યારે તેની લેખિત કસોટીની પરીક્ષા એપ્રિલમાં લેવામાં આવી હતી, તેના ફાઈનલ પરીણામ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન મુદ્દે આજે LRD ભરતી બોર્ડના ચેરમેન ડોક્ટર હસમુખ પટેલે મિડિયા સાથે સંવાદ કર્યો હતો. ડો. હસમુખ પટેલે જણાવ્યું હતું કે, ગઈ કાલે ભરતી બોર્ડ દ્વારા પ્રેક્ટિકલ અને લેખીતના […]

સરકારી શાળાઓમાં પુસ્તકોની ઘટ છતા આગામી સમયમાં પ્રવેશોત્સવ કરાશે

June 20, 2022 7:33 pm

સરકારી શાળાઓમાં શિક્ષકોની ઘટ છે, ઓરડાની ઘટ છે અને હવે શાળાઓમાં પુસ્તકો પણ પહોંચ્યા નથી ત્યાં રાજયના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ શાળા પ્રવેશોત્સવની 17 મી શૃંખલા આગામી તારીખ 23 મી થી 25 જૂન-2022 દરમ્યાન સમગ્ર રાજ્યમાં યોજવાની જાહેરાત કરી છે. રાજ્યમાં સરકારના પાઠ્ય પુસ્તક મંડળ દ્વારા પ્રકાશિત કરવામાં આવેલા પુસ્તકો સરકારી શાળાઓમાં વિનામૂલ્યે આપવામાં આવે […]

શૌચાલય સૌથી મોટું કૌભાંડ?, PM મોદીનું સ્વચ્છ ભારતનું સપનું પૂરું કરવા ગુજરાત નિષ્ફળ

June 16, 2022 5:09 pm

ગાંધીનગર :ગુજરાત સરકાર ધ્વારા જાહેર માર્ગો ઉપર ગામડાઓમાં 43લાખ શૌચાલય બનાવ્યાના બોર્ડ મારી વાહવાહી કરવામાં આવી રહી છે  જ્યારે બીજી બાજુ વાસ્તવિક સ્થિતિ એવી છે કે ગામડાઓમાં શૌચાલય બાબતે લોકોને સ્વછતાના પાઠ ભણાવવામાં સરકાર નિષ્ફળ નીવડી છે. ગુજરાત સરકાર દ્વારા જાહેરમાં બોર્ડ મારીને જાહેરાત કરવામાં આવી રહી છે કે કેન્દ્રમાં નરેન્દ્રભાઈ, ગુજરાતે આંબી વિકાસની ઊંચાઈ, જેમા સ્વચ્છ ભારત મિશન હેઠળ રાજ્યના ગ્રામીણ વિસ્તારમાં 43 લાખ શૌચાલય બનાવાયા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. એક  આંકડા તરફ નજર નાખીએ તો  2012ના બેસલાઈન સર્વે મુજબ 33,04,217 પરિવારો શૌચાલય વિહોણા હતા અને 36,90,505 પરિવારો પાસે શૌચાલય હતા. આજે આ સર્વેના 10 વર્ષ પછી સરકાર દાવો કરી રહી છે કે ગુજરાતના ગામડાઓમાં 43 લાખ શૌચાલય બનાવ્યા, તો શું દસ લાખ કુટુંબો દસ વર્ષમાં ગુજરાતમાં વધ્યા અને જો સરકારે […]

પ્રધાનમંત્રી મોદીનું જાહેરમાં અપમાન કરનાર આ નેતાઓએ પહેર્યો છે ભાજપનો ખેસ, જાણો કોણ શું બોલ્યું હતું

June 2, 2022 6:24 pm

ગાંધીનગર:  ગુજરાતના રાજકારણમાં વર્ષ 2015 પછી થયેલી રાજકીય ઉથલપાથલ કોઈ એક પક્ષી લક્ષી રહી નથી. તેમાં રાજકીય પક્ષો સિવાયના આંદોલનના વાવાઝોડામાં ઊભા થયેલા નેતાઓનો પણ મોટો રોલ રહ્યો છે. 2017માં ચૂંટણી પહેલા રાજ્યસભાની ચૂંટણી વખતે પક્ષ પલ્ટા થયા અને ત્યારબાદ આંદોલનકારી નેતાઓ, ધારાસભ્યો અને પાર્ટીના હોદ્દેદારોએ પણ પક્ષ પલ્ટા કર્યા અને  અન્ય કોઈ પાર્ટીમાં જોડાયા. […]

1લીજૂન: ગુજરાતના 33 ધારાસભ્યો, 5 મંત્રીઓ, 5 IPS ઓફિસર અને 6 IAS ઓફિસરોનો એક સાથે બર્થ ડે

June 1, 2022 10:32 am

ગાંધીનગર: 1લી જૂન એટ્લે શૈક્ષણિક સત્રની શરૂ થતી શરૂઆત જેમાં મોટે ભાગે જોઈ શકાય કે 90ના દશકની પહેલા જેન્મેલા લોકોમાં મોટા ભાગે જ્ન્મ ગમે તે તારીખે થયો હોય પણ શાળાએ નામ લખાવે ત્યારે નોંધણી મોટે ભાગે ખાસ કિસ્સામાં 1લી જૂનના દિવસને જ્ન્મ તારીખ તરીકે નોંધવામાં આવે છે. રાજયમાં 179 ધારાસભ્યોમાંથી 33 ધારાસભ્યો 1લી જૂને જન્મ્યા છે જ્યારે […]

ચુંટણી પહેલા વિરોધનાં પગલે ભાજપ સરકારને અનેક નીતિમાંથી પીછેહઠ કરવાની ફરજ પડી?

May 27, 2022 7:33 pm

તંગ ભવાં, ચિંતાતુર ચહેરાઓ અને દોડધામ. ના, આ ગુજરાત કોંગ્રેસનું કાર્યાલય નથી, રાજ્યની ભાજપ સરકારની વાત છે. ગુજરાત પર ત્રણ દાયકા સુધી રાજ કરનાર અજેય પક્ષ પોતાના નિર્ણયો પાછો ખેંચી રહ્યો છે અથવા રદ કરી રહ્યો છે. ગભરાટ સ્પષ્ટ દેખાય છે. કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારામને તેમના 2022-23ના બજેટ ભાષણમાં જાહેર કરેલો પાર-તાપી-નર્મદા રિવરલિંક પ્રોજેક્ટ […]

રિક્ષા ચલાવીને સિવિલના દર્દીઓની સેવા કરીને, પ્રદીપ પરમાર કેબિનેટ મંત્રી કેમના બન્યા, જાણો

May 25, 2022 12:32 pm

ગાંધીનગર: અસારવા વિધાનસભામાં 2017માં ચૂંટાયેલા પ્રદીપ પરમાર, કોઈ રાજકીય બેક ગ્રાઉંડ વગર માત્ર લોકોની સેવા અને સમાજના મુદ્દે રહેલી સંવેદનાને કારણે આજે ગુજરાત રાજયના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના કેબિનેટ મંત્રી બન્યા છે. જીવનમાં સેવા અને સંઘર્ષ કરીને આ મુકામ સુધી પહોંચનાર પ્રદીપ પરમાર મંત્રી બન્યા પછી પણ પોતાના પરિવાર સાથે પોતાના કલાપીનગરમાં આવેલ પરિવારીક […]

રિક્ષા ચલાવીને સિવિલના દર્દીઓની સેવા કરીને, પ્રદીપ પરમાર કેબિનેટ મંત્રી કઈ રીતે બન્યા, જાણો

May 23, 2022 8:42 pm

અસારવા વિધાનસભામાં 2017માં ચૂંટાયેલા પ્રદીપ પરમાર કોઈ રાજકીય બેક ગ્રાઉન્ડ વગર માત્ર લોકોની સેવા અને સમાજના મુદ્દે રહેલી સંવેદનાને કારણે આજે ગુજરાત રાજયના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના કેબિનેટ મંત્રી બન્યા છે. જીવનમાં સેવા અને સંઘર્ષ કરીને આ મુકામ સુધી પહોંચનાર પ્રદીપ પરમાર મંત્રી બન્યા પછી પણ પોતાના પરિવાર સાથે પોતાના કલાપીનગરમાં આવેલ પરિવારીક મકાનમાં […]

નંબર ૧ સરપંચનું સાહસ, ૧૦૦ રૂપિયાનો ફાળો ઉઘરાવી કરોડ રૂપિયાની સ્કૂલ કમ હોસ્ટેલ બનાવી

May 7, 2022 4:52 pm

ગુજરાતના (Gujarat) ખેડા જિલ્લાના વસો તાલુકાના લવાવ  ગામના સરપંચ મહિપતસિંહ ચૌહાણ નંબર 1 તરીકે ઓળખાય છે.  ચૌહણ  ગુજરાતના (Gujarat) નાના ગામના વિકાસને આગળ વધારવા માટે પ્રચલિત છે. તેઓ  લોકફાળો ઉઘરાવીને સ્કૂલ હોસ્ટેલ બનાવી રહ્યા છે. તેમણે ગામમાં કોઈ પણ આયોજન વગર 100 રૂપિયા જેટલા લોકફાળાથી કરોડ રૂપિયા સુધીનું બંધકામ ઊભું કર્યું છે, જેનું લોકાર્પણ 6 […]

શિક્ષણના નામે મોટી વાતો કરનાર ગુજરાત સરકાર ઇન્દુલાલ યાજ્ઞિકના આશ્રમ ગામની પ્રાથમિક શાળા સુધારવામાં નાપાસ

April 19, 2022 8:56 pm

ગુજરાત સરકારની શિક્ષણ નીતિ વિષે દેખાડો અને વાસ્તવિકતા અલગ તરી આવે છે, તેનું ઉદાહરણ મધ્ય ગુજરાતના હદય સમાન ખેડા જિલ્લા અને એમાંય સ્વતંત્રતા સંગ્રામના- મહા ગુજરાત આંદોલનના નેતા ઇન્દુલાલ યાજ્ઞિક દ્વારા જે ગામમાં આશ્રમ સ્થાપવામાં આવેલ ગામ છે. નેનપૂર ગામના નિઝામપૂર પ્રાથમિક શાળાની હાલત પણ ચિંતાનો વિષય બની છે, ખેડા જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા જર્જરિત […]

એસ્સાર કંપની અને તેને સરકારી જમીન આપનાર સામે લૅન્ડ ગ્રેબિંગની ફરિયાદ દાખલ કરવા કોંગ્રેસની માંગ

April 18, 2022 4:45 pm

ગાંઘીનગર: ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષ કાર્યાલય ખાતે પક્ષના દંડક સી જે ચાવડાએ અને કોંગ્રસના ઉપનેતા શૈલેશ પરમારે પત્રકારોને સંબોધન કર્યું હતું. તેઓએ સુરતમાં હજીરા ખાતે એસ્સાર કંપની અને તેને સરકારી જમીન કરાર કરી સોદો કરનાર પરિવાર સામે લેન્ડ ગ્રેબિંગ દાખલ કરવા મુખ્યમંત્રી અને મહેસુલ મંત્રીને રજુઆત કરી છે, તેઓએ પુરાવા સાથે રજુઆત કરી હતી કે, […]

પેટ્રોલના વધતા ભાવને લઈ પ્રજામાં રોષ, જયારે ધારાસભ્યોને સરકારનું પ્રતિ કિમી 8 રૂપિયા પેટ્રોલ એલાઉન્સ

April 9, 2022 10:46 pm

ગુજરાતમાં આજે પેટ્રોલના ભાવ અમદાવાદ શહેરમાં 105 રૂપિયા પહોંચ્યા છે અને રાજ્ય આખામાં 100 પાર ગયેલો પેટ્રોલનો ભાવ પ્રજામાં ચિંતાનો વિષય બન્યો છે. ત્યારે પેટ્રોલ મુદ્દે શાંત બેઠેલા ધારાસભ્યોને પેટ્રોલ એલાઉન્સ તરીકે સરકાર પ્રતિ કિમી 8 રૂપિયા આપે છે, એટલે ધારાસભ્યોને 1.16 લાખ પગાર સિવાય મળતી સુવિધામાં વધારાની સુવિધા. પેટ્રોલના ભાવ મુદ્દે 1 મહિનો ચાલેલી […]

100 વર્ષથી ઘઉનો પાક કરતાં ખેડૂતોએ નીલગાયના ત્રાસથી રાયડાની વાવણી કરી

April 8, 2022 1:28 pm

ગુજરાતમાં ખેડૂતોને ભૂંડ અને નીલ ગાયની પજવણી હવે એક એવા મુકામ પર લાવીને મૂકી દીધા છે કે ખેડૂતો ત્રાસીને પાક ફેરફાર કરી રહ્યા છે. ખેડા જિલ્લાના નડિયાદ ગ્રામ્ય પંથકમાં એવી હાલત છે જ્યાં એક સદીથી પણ વધુ સમયથી ઘઉંની ખેતી કરતાં ખેડૂતોએ આ વખતે રાયડો કર્યો હતો અને અન્ય ખેડૂતો ઘઉં સિવાયના બીજા પાકથી ખેતી […]

કોરોનામાં મોતને ભેટનાર માતાની દીકરીના લગ્ન કરાવશે વાવના ધારાસભ્ય ગેનીબેન

April 7, 2022 1:43 pm

વાવ વિધાનસભા બેઠક પરથી ગુજરાત સરકારના આરોગ્ય મંત્રી શંકર ચૌધરીને હરાવી ગુજરાત વિધાનસભામાં પહોંચેલ કોંગ્રેસના ગેનીબેન ઠાકોર(Geniben Thakor) નો જનતા પર એટલો પ્રભાવ છે કે જે કામ ગુજરાત પોલીસે કરવાનું હોય એવી દારૂની હેરાફેરી પર જનતા રેડ કામ કરવાનું, કે ઇન્ટરનેશનલ બોર્ડર ધરાવતા વિસ્તારના વિકાસ માટે વિધાનસભામાં વારંવાર રજૂઆત કરવાનું અને ઠાકોર સમાજના સામાજિક મુદ્દે […]

પક્ષપલટાના જૂઠા સમાચારોએ કોંગ્રેસના ધારાસભ્યોની હાલત બગાડીઃ ખુલાસા આપી-આપીને થાકી ગયા

April 7, 2022 12:47 pm

ગાંઘીનગર: ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક આવવાની સાથે કોંગ્રેસના ધારાસભ્યોના પક્ષપલટાની વાતો ઉડવા માંડે છે. કેટલીક આ વાત હકીકતમાં પરિણમે છે અને કેટલીક વખત નથી પણ પરિણમતી. આ સંજોગોમાં પરિસ્થિતિ એવા ધારાસભ્યોની ખરાબ થાય છે કે જેઓ જરા પણ પક્ષપલટો કરવાના હોતા નથી. આમ લીલા ભેગુ સૂકુ બળે તે કહેવત અહીં ચરિતાર્થ થાય છે. તેઓની ખબર પણ […]

યુવરાજસિંહનો ગુનો એમની કારના કેમેરામાં જ રેકોર્ડ થયો :અભય ચુડાસમા 

April 6, 2022 12:32 pm

ગાંધીનગર: ગાંઘીનગર પોલીસે પોલીસ પર ગાડી ચઢાવી દેવાના ગુનામાં યુવરાજસિંહ સામે ગુનો દાખલ કરીને અટકાયત કરી હતી. આ મુદ્દે ગત રાત્રિએ અમુક યુવાનો દ્વારા સેકટર ૨૧ પોલીસ સ્ટેશન ખાતે ભીડ ભેગી કરી હતી, પણ પોલીસે સ્થિતિ અંકુશમાં લીધી હતી. આજે રેન્જ આઇ જી અભય ચૂડાસમા એ મીડિયાને સંબોધન કર્યું હતું.તેમણે જણાવ્યું હતું કે વિધાર્થીના પ્રશ્નો મુદ્દે આંદોલન કરતા નેતા યુવરાજ સિંહની અટકાયત કરી હતી. તેમણે વિદ્યા સહાયકોને ઉશ્કેર્યા હતા. વિદ્યા સહાયકોને પોલીસ તાલીમ કેન્દ્ર રાખવામાં આવ્યા હતા ત્યાં યુવરાજ સિંહ ગયા હતા અને ત્યાં આ ઘટના બની હતી, ત્યાં પોલીસ કોન્સ્ટેબલ લક્ષ્મણભાઈને ઇજા કરી, ભાગતા પોલીસે ધરપકડ કરી. તેમણે યુવરાજસિંહ મુદ્દે જણાવ્યું કે પોલીસે તેમને હમેશા સહકાર આપ્યો છે એમની વાત અને રજૂઆત પણ સાંભળી છે, પરંતુ આ રીતે પોલીસ પર કાર ચઢાવી એ ચલાવી શકાય નહિ. આ ઘટના એમના પોતાના જ ગાડીના કેમેરામાં રેકોર્ડ થઈ છે, એમના મોબાઇલનું પણ તપાસ કરવામાં આવશે.પોલીસ પર આ રીતે હુમલા નો પ્રયાસ થાય એ ચલાવી ન શકાય. તેમની સામે ફરિયાદ આઇ પી ડી કલમ ૩૦૭, ૩૩૨ હેઠળ દાખલ કરવામાં આવી છે જે બિન જમીન પાત્ર ગુનો છે. ગઈકાલે રાત્રે બનેલી ઘટના વિશે તેમણે કહ્યું કે અમુક ઉશ્કેણીજનક વાતોથી કાલે સેકટર ૨૧ પોલીસ સ્ટેશને વિદ્યાથીઓ આવ્યા હતાઅને વાતાવરણ બગાડવાની કોશિશ કરી હતી,એટલે આવી વાતોમાં ઉશ્કેરણીમાં આવવું નહિ.સોશ્યલ મીડિયામાં જે બાબતો જોડવામાં આવી રહી છે એમાં અમારી અપીલ છે,કે જરૂર પડે પોલીસ દ્વારા આકરી કાર્યવાહી કરવામાં આવી છે. આમ વિધાર્થીઓએ  ઉશ્કેરણી માં આવવું નહિ.આતમામ વસ્તુઓ ફોરેન્સિકમાં મોકલી આપવામાં આવશે. યુવરાજસિંહને પોલીસ કાર્યવાહી બાદ કોર્ટમાં રજૂ કરવામાં આવશે, લોકો વિડીયો જોશે તો સમજાશે યુવરાજસિંહે શું કર્યુ છે

હજી કેટલો વિકાસ જોઈએ છે ગુજરાતમાં ? શિક્ષકોને નોકરી માંગવા 60 વખત આંદોલન કરવું પડે

April 5, 2022 3:23 pm

ગુજરાત સરકારને રોજગારી માંગતા શિક્ષકો કે આંદોલન પર બેઠેલા બાળકો પણ નથી દેખાતા માત્ર વિકાસની વાતોથી જ જનતાને ખુશ રાખવાનો પ્રોપગાન્ડા ચાલે છે.  ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં રાજ્યના વહીવટની સાથે આંદોલનનું કાયમી મથક બનતું જાય છે, જ્યાં અવાર નવાર સરકારની નીતિઓથી નારાજ કોઈ સમૂહ કે સમુદાય આવીને ન્યાય માંગવો પડે છે, સ્થિતિ એ સુધી વકરી છે […]

વિધાનસભા ગૃહમાં કલ્પસર અને નર્મદા મુદ્દે હોબાળો, પ્રશ્નોતરી સ્થગિત કરવામાં આવી

March 31, 2022 1:27 pm

ગાંધીનગર: આજે વિધાનસભા ગૃહમાં કલ્પસર યોજના મુદ્દે કપડવંજના ધારાસભ્યએ કલ્પસર મુદ્દે ગૃહમાં પ્રશ્ન પૂછ્યો હતો જેમાં હોબાળો થયો હતો અને ગૃહ સ્થગિત કરવામાં આવ્યું હતું. ગૃહમાં આજે પ્રશ્નમાં મંત્રી ઋષિકેશ પટેલે જવાબમાં કલ્પસર ની શરુઆત મુદ્દે જવાબ આપવામાં આવ્યો હતો કે કલ્પસર યોજના 22 જાન્યુઆરી 2003 થી અમલમાં છે અને આ યોજનાનો ડી.પી.આર બનવાના તબક્કે […]