ગુજરાતમાં ઇન્કમ ટેક્સ રિટર્ન્સ ફાઇલિંગમાં દસ ટકા વધારો

August 13, 2022 5:15 pm

ગુજરાતમાં ઇન્કમ ટેક્સ રિટર્ન (આઇટીઆર) ફાઇલ કરનારાઓની સંખ્યા અગાઉના વર્ષ કરતાં ત્રણ ટકા વધી 80.72 લાખ થઈ છે. નાણાકીય વર્ષ 2020-21માં 78,09,838 લાખ લોકોએ રિટર્ન ફાઇલ કર્યુ હતુ. તેના અગાઉ 73,37,738 લાખ લોકોએ ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કર્યુ હતુ. જો કે ગુજરાતમાં ઇન્કમ ટેકસ રિટર્ન્સ ફાઇલિંગમાં 9.4 ટકા વધારો થયો છે. આ આંકડો 31 જુલાઈ […]

કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી સહિત ટોચનું કોંગ્રેસી નેતૃત્વ કોરોના પોઝિટિવ

August 13, 2022 1:37 pm

કોંગ્રેસના (#Congress) વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી (#Sonia Gandhi)સહિત ટોચનું નેતૃત્વ કોરોના પોઝિટિવ થઈ ગયું છે. સોનિયા ગાંધી ફરીથી કોરોનાનો ભોગ બન્યા છે. તેમને સરકારી પ્રોટોકોલ મુજબ ક્વોરેન્ટાઇનમાં રાખવામાં આવશે. આ જાણકારી કોંગ્રેસના નેતા જયરામ રમેશે (#Jairam Ramesh) આપી હતી. જયરામ રમેશે ટવીટમાં લખ્યું હતું કે કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીનો કોવિડ-19 ટેસ્ટ રિપોર્ટ (#Covid-19) પોઝિટિવ આવ્યો […]

જીરાની આવક ધીમી રહેતા ગુજરાત અને રાજસ્થાનના બજારોમાં ભાવમાં વધારો

July 19, 2022 5:04 pm

ગુજરાત અને રાજસ્થાનના બજારોમાં ગઈકાલે જીરાનો ભાવ 3.53 ટકા વધી પ્રતિ ક્વિન્ટલ 23,445 રૂપિયા થયો હતો. બજારોમાં આવક ધીમી રહેવાના લીધે ભાવમાં આ વધારો થયો હતો. મોટા વેપારીઓ અને સ્ટોકિસ્ટોએ ભાવમાં વધુ વધારાની અપેક્ષાએ સ્ટોક પકડી રાખ્યો છે. ચાલુ સીઝનમાં જુરીનું નિકાસ ઓછી રહેવાની શક્યતા છે, કારણ કે આ વખતે પાક ઘણો ઓછો છે. 2020-21 […]

ઓગણજમાં ફાર્મહાઉસની દીવાલ ધસતા પાંચ મજૂરો દટાયાઃ ત્રણના મોત

July 14, 2022 2:11 pm

અમદાવાદમાં ઓગણજ ફાર્મહાઉસની દીવાલ ધસી પડતા દટાયેલી પાંચ મહિલા મજૂરોમાંથી ત્રણના મોત થયા છે અને બેની સારવાર હજી ચાલી રહી છે. અમદાવાદમાં સવારે વરસાદ ચાલુ થયા પછી ઓગણજ ખાતેના ફાર્મહાઉસની દીવાલ ધસી પડતા તેની જોડે ઝૂંપડા બાંધીને રહેતી પાંચ મહિલા શ્રમિકો દટાઈ હતી. આ તમામ શ્રમિકોને ફાયરબ્રિગેડે ખાસ્સી જહેમત બાદ બહાર કાઢી સારવાર અર્થે સિવિલ […]

ભારત ઇ-પાસપોર્ટ જારી કરશેઃ પોલીસ વેરિફિકેશનનો સમય બચશે

July 4, 2022 4:38 pm

કેન્દ્ર સરકાર ઇ-પાસપોર્ટની યોજનાનું અમલીકરણ કરવા જઈ રહી છે. તેના લીધે આંતરરાષ્ટ્રીય પ્રવાસ વધુ સરળ બનશે. ઇ-પાસપોર્ટના લીધે આંતરરાષ્ટ્રીય પ્રવાસમાં ઓળખની ચોરી સામે રક્ષણ મળશે અને ડેટા સિક્યોરિટી વધશે, એમ કેન્દ્રીય વિદેશ પ્રધાન એસ જયશંકરે જણાવ્યું હતું પાસપોર્ટ સેવા દિવસ પર બોલતા તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે સરકાર સિટિઝન એક્સપીરિયન્સનો વ્યાપ વિસ્તારવા અને નાગરિક અનુભવને […]

ઉદ્ધવ સરકારમાંથી જ નહી પોસ્ટરમાંથી પણ ગાયબઃ થાણે-રાયગઢમાં શિંદેના સમર્થનમાં લાગ્યા પોસ્ટર

June 24, 2022 3:50 pm

શિવસેનાના ધારાસભ્યોની લડાઈ હવે રસ્તા પર ઉતરી આવી છે. મુંબઈમાં શિવસેનાના કાર્યકરો રસ્તા પર ઉતર્યા છે. તેની સામે થાણે અને રાયગઢમાં શિંદેના સમર્થકો રસ્તા પર ઉતર્યા છે. તેઓએ શિંદેના સમર્થનમાં પોસ્ટર લગાવ્યા છે અને તેમને સમર્થન આપ્યું છે. આ પોસ્ટરમાં બાલઠાકરે પછી આનંદ દીઘે અને શિંદેની તસ્વીર છે, પણ ઉદ્ધવ ઠાકરે ગાયબ છે. ગુવાહાટીમાં એકનાથ […]

સદીઓ પછી પાવાગઢના મંદિર પર ધ્વજારોહણ કરનાર પીએમ મોદી પ્રથમ વ્યક્તિ બનશે

June 13, 2022 4:41 pm

વડોદરા : વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાવાગઢના નિજ મંદિરના સુવર્ણજડિત શિખર અને ધ્વજા દંડ પર ધ્વજારોહણ કરનાર પ્રથમ વ્યક્તિ બનશે. તેઓ ફરીથી 18મી જુને ગુજરાતના પ્રવાસે આવશે ત્યારે યાત્રાધામ પાવાગઢ ખાતે પહોંચશે. વડાપ્રધાનના આગમનના લીધે પાવાગઢમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. મંદિરના કળશ, ધ્વજા દંડ અને ગર્ભગૃહને સુવર્ણજડિત કરવામાં આવ્યા છે. પીએમ માટે ખાસ સુરક્ષા બંદોબસ્ત પણ કરવામાં […]

આઇપીએલ 2022ની ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સનો આજે રોડ-શો

May 30, 2022 2:02 pm

અમદાવાદઃ ગુજરાત ટાઇટન્સની ટીમ આઇપીએલ 2022માં ચેમ્પિયન થયા પછી આજે શહેરમાં ભવ્ય રોડ-શો કરવાની છે. ગુજરાત ટાઇટન્સે આઇપીએલમાં પહેલી જ વખત ઉતરીને પહેલા જ ધડાકે ટાઇટલ કબ્જે કર્યુ હતુ. હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળ ગુજરાત ટાઇટન્સે ફાઇનલમાં રાજસ્થાન રોયલ્સને હરાવીને ટાઇટલ કબ્જે કર્યુ હતું. આ પણ વાંચોઃ આઈપીએલ 2022ના ટેબલ ટોપર્સ ગુજરાત ટાઇટન્સે ગુજરાત દિવસની ઉજવણી […]

ભુજમાં દીકરાની સ્કૂલની ફી ભરવા મુંબઈના જૈન વેપારીની હત્યા

May 23, 2022 3:20 pm

ભુજઃ મુંબઈના જૈન વેપારીની હત્યા તેના ભુજમાં આવેલા વતન ખાતે હત્યા કરવામાં આવી હતી, આ હત્યા કોઈ ધંધાકીય અદાવતમાં નહી પણ ફક્ત દીકરાની સ્કૂલની ફી ભરવા માટે ભુજના મુંદ્રાના વડાલા ગામની વ્યક્તિએ કરી હતી. પોલીસને મુંદ્રા તાલુકાના વડાલા ગામ ખાતે 26 એપ્રિલે જૈન આધેડનો મૃતદેહ મળ્યો હતો. તપાસમાં તેમની હત્યા થયું હોવાનું તારણ આવ્યું હતું. […]

શંકરસિંહ વાઘેલાના પીએ ભૌમિક ઠક્કર સામે વેપારીને માર મારવાની ફરિયાદ

May 16, 2022 1:57 pm

અમદાવાદઃ  રાજકીય આગેવાન તો તેમના કાર્યો માટે બદનામ હોય જ છે, પરંતુ તેમના મળતિયા પણ કંઇ ઓછા હોતા નથી. સાદી ભાષામાં તેને ચા કરતાં કિટલી ગરમ કહેવાય છે. અગ્રણી રાજકીય આગેવાન શંકરસિંહ વાઘેલાના પીએ ભૌમિક ઠક્કર સામે વેપારીને માર મારવાની ફરિયાદ પેથાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. ફક્ત વાઘેલાના પીએ ભૌમક ઠક્કર જ નહી, એડવોકેટ આઇ એચ […]

માઉન્ટ એવરેસ્ટ સર કરી ગુજરાતનાં સર્જન દંપતીએ ઇતિહાસ રચ્યો

May 15, 2022 4:07 pm

અમદાવાદઃ ગુજરાતના સર્જન દંપતીએ શુક્રવારે માઉન્ટ એવરેસ્ટ સર કરીને ઇતિહાસ રચ્યો છે. તેઓ માઉન્ટ એવરેસ્ટ સર કરનાર પ્રથમ ભારતીય ડોક્ટર દંપતી બન્યા છે.જ્યારે અન્ય એક ભારતીય પર્વતારોહકે ઓક્સિજન સપોર્ટ વિના વિશ્વનું ચોથું સૌથી ઊંચું શિખર સર કર્યું હતું, તેમ નેપાળના મીડિયાએ શનિવારે અહેવાલમાં જણાવ્યું હતું. ડો.હેમંત લલિતચંદ્ર લેઉવા અને તેમની પત્ની ડો.સુરભિબેન  લેઉવા શુક્રવારે સવારે લગભગ 8:30  વાગ્યે 8,849 મીટર (29,032 ફૂટ) ઊંચા શિખરની ટોચ પર પહોંચ્યા હતા, જે વિશ્વના સૌથી ઊંચા શિખર પર ચડનાર પ્રથમ ભારતીય ડોક્ટર દંપતી બન્યા હતા, તેમ સટોરી એડવેન્ચરના મેનેજિંગ ડિરેક્ટર ઋષિ ભંડારીએ જણાવ્યું હતું. હેમંત લેઉવા એનએચએલ મ્યુનિસિપલ મેડિકલ કોલેજમાં સર્જરીના પ્રોફેસર છે અને તેમની પત્ની ગુજરાત વિદ્યાપીઠમાં ચીફ મેડિકલ ઓફિસર છે. ધ હિમાલયન ટાઇમ્સના અહેવાલ મુજબ,અમદાવાદમાં ફરજ બજાવતું આ દંપતી પર્યાવરણને બચાવવાના સંદેશ સાથે માઉન્ટ એવરેસ્ટનાં શિખર પર પહોંચ્યું હતું. આ ડોક્ટર દંપતી 2021ના વર્ષમાં 8,163 મીટરની ઊંચાઈ પર નેપાળમાં આવેલા માઉન્ટ મનસ્લુ પર પહોંચ્યા હતા. તે વિશ્વનો આઠમા ક્રમનો સૌથી ઊંચો પર્વત છે. એવરેસ્ટ બેઝ કેમ્પ પર તેઓ બે વખત એકસાથે પહોંચ્યા હતા. ડોક્ટર લેઉઆએ એક વર્ષ પહેલા માઉન્ટ એવરેસ્ટ સર કરવાનો પ્રયત્ન કર્યો […]

ત્રિપુરાના સીએમ બિપ્લબ દેવનું રાજીનામુઃ નવા સીએમની આજે પસંદગી

May 14, 2022 4:59 pm

અગરતલાઃ ત્રિપુરાના વર્તમાન મુખ્યપ્રધઆન બિપ્લબ દેવે રાજીનામુ આપ્યું છે. તેઓએ રાજીનામુ ગવર્નરને સુપ્રદ કર્યુ છે. ભાજપ વિધાનસભા પક્ષના હોદ્દેદરોની બેઠક આજે જ મળશે. તેઓ આજે જ સાંજે નવા સીએમની પસંદગી કરશે તેમ માનવામાં આવે છે. ત્રિપુરાના સીએમે કેમ રાજીનામુ આપ્યુ તેનું કારણ હજી સુધી જાણવા મળ્યું નથી પણ તેનો તખ્તો તાજેતરમાં અમિત શાહે ઉત્તર-પૂર્વનો પ્રવાસ […]

સગીરાનું પરાક્રમઃ રાત વીતાવી પ્રેમી સાથે આરોપ બીજા ચાર નિર્દોષ પર મૂક્યો

May 11, 2022 12:25 pm

અમદાવાદઃ સગીરાએ પ્રેમી સાથે રાત વીતાવી હતી, પણ આ રાત કોની સાથે વીતાવી તેવા માબાપના સવાલના ડરથી તેણે તેનું અપહરણ કરી ચાર જણાએ તેના પર બળાત્કાર ગુજાર્યો હોવાનો આરોપ મૂક્યો હતો. પણ પોલીસે આ કેસમાં સગીરાનું નિવેદન લઈ પણ સાવધાનીપૂર્વક તપાસ કરતા ચાર જણનું જીવન નર્ક બનતા બચી ગયું હતું. ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં થોડા દિવસ […]

“ સળગતી સિગારેટો ફેંકવી અને છુટ્ટી ખુરશીઓ મારવી દારૂડિયા પતિ માટે છે સામાન્ય વાત”

May 9, 2022 4:39 pm

અમદાવાદઃ ઐયાશ અને દારૂડિયો પતિ કોઈ અભણ સ્ત્રીનો જ હોય તે જરૂરી નથી. અત્યંત ઉચ્ચ વર્ગમાં પણ આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી શકે છે. તેમા પણ અધ્યયના વ્યવસાય સાથે આ સંકળાયેલી વ્યક્તિએ આ પ્રકારની વ્યક્તિનો સામનો કરવાનો આવે ત્યારે તેની સ્થિતિ વધુ વણસી શકે છે. સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં આવેલી બીજે મેડિકલ કોલેજના મહિલા પ્રોફેસરની આવી જ […]

1313 કરોડના કૌભાંડી માટે હેબિયસ કોર્પ્સની અરજી થતાં SGSTએ રિમાન્ડ માંગ્યા

May 9, 2022 6:27 pm

અમદાવાદઃ SGSTના 1,313 કરોડના બોગસ બિલિંગ કૌભાંડના કેસમાં આરોપી વતી ગુજરાત હાઇકોર્યટમાં હેબિયસ કોર્પ્સની અરજી થતાં જીએસટી વિભાગના અધિકારીઓએ ટેક્સ કન્સલ્ટન્ટ ભરત પટેલને ગોંધી રાખવાના કેસની સુનાવણી પાછી ખેંચી લીધી હતી. તેના બદલે તેઓએ આરોપી ભરત પટેલના રિમાન્ડ મેળવવા કોર્ટમાં અરજી કરી હતી. બુલિયન, સ્ટીલ કેમિકલ, ઓઇલ, વગેરે કોમોડિટીમાં બોગસ બિલિંગ અને ખોટી રીતે આઇટીસી મેળવવાનું […]

આશ્રમ સિરીઝઃ હરિહરાનંદ બાપુનો સ્વામી ઋષિ ભારતીએ સરખેજ આશ્રમ અંગે ખોટું વિલ બનાવ્યાનો આક્ષેપ

May 5, 2022 4:22 pm

જૂનાગઢઃ ભારતી આશ્રમના છેલ્લા ચાર દિવસથી ગુમ થયેલા મહંત હરિહરાનંદ બાપુ જૂનાગઢ પહોંચી ગયા છે. જૂનાગઢ પહોંચી ગયા પછી હરિહરાનંદ બાપુએ ઋષિભારતી પર ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે જણાવ્યું હતું કે સરખેજ ભારતી આશ્રમની સંપત્તિને લઈને વિવાદ ચાલી રહ્યો છે. તેમનો આરોપ હતો કે સ્વામી ઋષિ ભારતીએ સરખેજ આશ્રમનું ખોટું વિલ બનાવ્યું છે. હરિહરાનંદ સ્વામીએ […]

નરેશ પટેલનું ગુજરાતના નરેશ બનવાનું સ્વપ્ન કોંગ્રેસ હાઇકમાન્ડને ખાસ પસંદ ન આવ્યું

April 14, 2022 2:40 pm

અમદાવાદઃ ખોડલધામના પ્રમુખ નરેશ પટેલનું ગુજરાતના નરેશ બનવાનું સ્વપ્ન સાકાર થાય તેમ હાલમાં તો લાગતું નથી. કોંગ્રેસ હાઇકમાન્ડને નરેશ પટેલની પોતાને જ ગુજરાતના આગામી મુખ્યમંત્રી પદના ચહેરા તરીકે રજૂ કરવામાં આવે તે વાત ખાસ પસંદ આવી નથી. જો કે કોંગ્રેસ હાઇકમાન્ડ તેમના નામનો વિચાર કરવા તૈયાર છે, પણ હાલમાં અંતિમ નિર્ણય લેવાની ના પાડી દીધી […]

અમદાવાદની સ્કૂલમાં કોરોનાની દસ્તકઃ સેન્ટ ઝેવિયર્સ લોયોલાનો બીજા ધોરણનો વિદ્યાર્થી પોઝિટિવ

April 13, 2022 4:21 pm

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના ફરીથી પગ ફેલાવી રહ્યો છે. ગાંધીનગરની નેશનલ લો યુનિવર્સિટીના 63 વિદ્યાર્થી પોઝિટિવ આવ્યા પછી હવે કોરોનાએ ફરીથી અમદાવાદમાં પગરણ માંડ્યા છે. અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ લોયોલા સ્કૂલનો બીજા ધોરણનો વિદ્યાર્થી કોરોના પોઝિટિવ આવ્યો છે. તેણે કોવિડ પોઝિટિવ આવ્યો હોવા દરમિયાન પણ કેટલાક દિવસ સ્કૂલમાં હાજરી આપી હતી. બાળકની માતાએ મંગળવારે સ્કૂલને જણાવ્યું હતું […]

સિવિલ હોસ્પિટલમાં 15 મહિનામાં 50 અંગદાન : છેલ્લા ત્રણ મહિનામાં 25 થયાં

April 6, 2022 4:49 pm

અમદાવાદઃ સિવિલ હોસ્પિટલમાં અંગદાનના સેવાયજ્ઞમાં 50 અંગદાતાઓના સત્કાર્યની સોડમ ઉમેરાઈ છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલે આદરેલા અંગદાનના સેવાયજ્ઞમાં 15 મહિનામાં 50 અંગદાન પૂર્ણ થયા છે. મહત્વની બાબત એ છે કે વર્ષ 2022ના પ્રારંભના ત્રણ મહિનામાં 25 અંગદાનમાં સફળતા મળી છે. સિવિલ મેડિસિટીની જ કિડની ઇન્સ્ટિટ્યુટમાં બુધવારે 500મું લિવર ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું. આ સંખ્યાની દ્રષ્ટિએ કિડની […]

જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા પાંચ વર્ષમાં ઘૂસણખોરીમાં ચાર ઘણો ઘટાડોઃ કેન્દ્ર

April 6, 2022 4:20 pm

જમ્મુ-કાશ્મીરમાં 2017માં ઘૂસણખોરીના 134 પ્રયત્ન સામે 2021માં ફક્ત 34 જ પ્રયત્ન નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા પાંચ વર્ષ દરમિયાન ઘૂસણખોરીમાં ચાર ગણો ઘટાડો થયો છે, એમ કેન્દ્રએ રાજ્યસભામાં જણાવ્યું હતું. ગૃહ મંત્રાલય દ્વારા પૂરા પાડવામાં આવેલા આંકડા મુજબ 2017માં ઘૂસણખોરીના 134 પ્રયત્નો થયા હતા. જ્યારે તેની તુલનાએ 2021માં ફક્ત 34 પ્રયત્ન જ થયા હતા. 2018માં ઘૂસણખોરીના […]