મેઘાલયના ગર્વનર સત્યપાલ મલિકનો ઘટસ્ફોટ : RSS અને અંબાણી સંબધિત ડીલમાં 300 કરોડ લાંચની ઓફર

October 22, 2021 9:08 pm

જમ્મુ કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકે રાજસ્થાનના ઝુંઝુનુમાં યોજાયેલા એક કાર્યક્રમમાં આપેલુ નિવેદન ચર્ચાસ્પદ બન્યું છે. સત્યપાલ મલિકે દાવો કર્યો હતો કે તેમના જમ્મુ કાશ્મીરના કાર્યકાળ દરમિયાન તેમને આરએસએસ અને અંબાણી સંબધિત ડીલમાં 300 કરોડ લાંચની ઓફર થઇ હતી. જે ડીલમાં ગોટાળો હતો. હાલ મેઘાલયના રાજ્યપાલ સત્યપાલ મલિક જેમણે પાંચ દિવસ પહેલા આપેલુ નિવેદન સોશિયલ […]

કોરોનાની બીજી લહેરમાં જે સુવિધા હતી તેના કરતાં અઢી ગણી વધુ સુવિધા ઉભી કરાઈ : આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ

October 22, 2021 8:02 pm

આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ આજે મહેસાણાના મહેમાન બન્યા હતા જ્યાં વિસનગર ખાતે સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. જ્યાં આરોગ્યમંત્રીએ નવી એમ્બ્યુલન્સ સેવાનું લોકાર્પણ કર્યું હતું. આ લોકાર્પણ દરમિયાન આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું હતું કે ગુજરાતને 100 કરોડ ડોઝનું કવર મળ્યું છે. આપણે કેન્દ્ર સરકારનો આભાર માનીએ છીએ. કોરોના સંક્રમણને લઈને પણ જણાવ્યું હતું કે […]

રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ ખરીદશે IPLની ટીમ: રીપોર્ટ

October 22, 2021 7:04 pm

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)2022માં 8ને બદલે 10 ફ્રેન્ચાઇઝી ટીમ હશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ હાલમાં જ કહ્યું હતું કે બે નવી ફ્રેન્ચાઇઝી માટે બોલી લગાવવામાં આવી છે, કારણ કે આવતા વર્ષે ખેલાડીઓનું મેગા ઓક્શન થવાનું છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે, દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ 2022 માં IPL ની હરાજી માટે નવા બિડર્સ બનવા જઈ […]

બિસ્માર રસ્તા અને પાર્કિંગ મુદ્દે હાઈકોર્ટનું આકરું વલણ : AMC અને સરકારની કાઢી ઝાટકણી

October 22, 2021 6:21 pm

અમદાવાદના બિસ્માર રસ્તાઓ, રખડતા ઢોર અને પાર્કિંગની સમસ્યા મુદ્દે ગુજરાત હાઈકોર્ટે કોર્પોરેશન અને સરકાર સામે આકરું વલણ દાખવ્યું છે. કોર્ટેના પ્રાથમિક અવલોકનમાં હજુ અમદાવાદ શહેરના 60ટકા જેટલા રસ્તાઓ હજુ પણ બિસ્માર હોવાનું સામે આવ્યું છે. કોર્ટે કોર્પોરેશન અને સરકારની ઝાટકણી કાઢતા પૂછ્યું હતું કે શું કોર્પોરેશન અને સરકારના અધિકારીઓને અમદાવાદના રસ્તાઓ યોગ્ય લાગે છે? શું […]

આર્યન ખાન અને અનન્યા પાંડે વચ્ચેની વોટ્સએપ ચેટ્સમાં રહસ્યસ્ફોટ

October 22, 2021 5:11 pm

આર્યન ખાન ડ્રગ્સ કેસમાં હવે નવો વળાંક આવ્યો છે. જેમાં હવે અનન્યા પાંડે પણ ફસાઈ ચુકી છે. ગઈકાલે 21 ઓક્ટોબરના રોજ NCB (નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો)ની ટીમ અનન્યા પાંડેના ઘરે આવી હતી અને સમન્સ પાઠવ્યું હતું. એક્ટ્રેસને એ જ દિવસે પૂછપરછ માટે બોલાવવામાં આવી હતી. જેમાં બે કલાકની પૂછપરછ બાદ NCBએ ફરી બીજા દિવસે એટલે કે […]

રાજકોટનો યુવાન ઓસ્ટ્રેલિયાના શહેરનો કોર્પોરેટર બન્યો

October 22, 2021 5:57 pm

વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા અરમાડેલ શહેરમાં તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં મૂળ રાજકોટના અને છેલ્લા 14 વર્ષથી ઓસ્ટ્રેલિયામાં સ્થાયી થયેલા કેયૂર કામદાર કોર્પોરેટર તરીકે વિજેતા બન્યા છે. વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયામાં કોઇ ગુજરાતી યુવાન કોર્પોરેટર બન્યા હોય તેવો આ પ્રથમ બનાવ છે. કેયૂર કામદારને 1339 મત મળ્યા હતા જ્યારે હરીફ ઉમેદવારને 875 મત મળ્યા છે. કેયૂર કામદાર પહેલી વખત ચૂંટણી લડ્યા […]

અમરિંદર સિંહના પાકિસ્તાની સ્ત્રીમિત્ર કોણ છે? ISI સાથે તેમનું શું કનેક્શન છે?

October 22, 2021 4:54 pm

પંજાબના ડેપ્યુટી મુખ્યમંત્રી સુખજિંદર સિંહ રંધાવાએ કેપ્ટન અમરિંદર સિંહના પાકિસ્તાની મહિલામિત્ર અને પાકિસ્તાની એજન્સી આઈએસઆઈના સંબંધોની તપાસ માટે આદેશ આપ્યા છે. આ અંગે કાર્યકારી ડીજીપી ઇકબાલ પ્રીત સહોતા તપાસ કરશે. રંધાવાએ કહ્યું કે અમરિંદર સિંહને વારંવાર ચેતવણી આપવા છતાં તેમની પાકિસ્તાની મહિલા મિત્ર સાડા ચાર વર્ષ સુધી સરકારી બંગલામાં રહી હતી. અમરિંદર સિંહની પાકિસ્તાની મિત્રનું […]

ગુજરાત કોંગ્રેસના પ્રમુખ કોણ? દિલ્હીમાં બેઠક પૂર્ણ, હવે નિર્ણયની ગમે ત્યારે જાહેરાત

October 22, 2021 3:32 pm

ગુજરાત કોંગ્રેસનાં નેતાઓની દિલ્હીમાં મળેલી બેઠક પૂર્ણ થઈ છે. આગામી સપ્તાહમાં પ્રદેશ પ્રમુખનું નામ જાહેર કરવામાં આવશે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ આજે નવી દિલ્હીમાં તમામ નેતાઓ સાથે ચર્ચા કરી હતી. રાજ્યનાં પ્રભારી ડો. રઘુ શર્મા બેઠકમાં હાજર રહ્યા હતા. ગુજરાતમાં કોંગ્રેસના પ્રમુખની સાથે વિપક્ષનાં નેતાની પણ ઘોષણા કરવામાં આવશે. ચારથી પાંચ ઉપપ્રમુખનાં નામની જાહેરાત કરવામાં […]

અમદાવાદ બીઆરટીએસમાં હવે ત્રિમાસિક પાસની વ્યવસ્થા

October 22, 2021 4:08 pm

અમદાવાદની બીઆરટીએસ સર્વિસમાં ત્રિમાસિક પાસની વ્યવસ્થા શરુ કરાઈ છે. અમદાવાદમાં આ સર્વિસ શરુ કરાયાના બાર વર્ષ બાદ આ સેવાનું સંચાલન કરતી કંપની અહમદાબાદ જનમાર્ગ લિમિટેડ દ્વારા આ જાહેરાત કરાઈ છે. માસિક પાસની કિંમત રૂ 750 અને ત્રિમાસિક પાસની કિંમત રૂ 2000 રાખવામાં આવી છે. જો કે75 વર્ષ સુધીના સિનિયર સિટિઝનને અને વિદ્યાર્થીઓને એમાં 40% નું […]

મુંબઈમાં 60 માળની ગગનચુંબી ઈમારતમાં ભીષણ આગ : 19માં માળેથી મોતની છલાંગ

October 22, 2021 3:11 pm

મુંબઇમાં લાલબાગ વિસ્તારની 60 માળની એક ઇમારતમાં ભીષણ આગ લાગ્યા હોવાની ઘટના સામે આવી હતી. મળતી વિગતો પ્રમાણે, આગ એટલી ભીષણ હતી કે, તે 17માં માળથી લઇને 25માં માળ સુધી આ આગ ફેલાઇ હતી. કરી રોડ વિસ્તારમાં સ્થિત આ ઇમારત નિર્માણાધીન છે. આ ઇમારતમાં અનેક મોટા બિઝનેસમેન પણ રહે છે. આ ઇમારતનું નામ અવિઘ્ના પાર્ક […]

દેશના ગૃહમંત્રી અમિત શાહનો આજે જન્મદિવસ: જાણો તેમની રાજનૈતિક સફર વિશે

October 22, 2021 3:08 pm

ભારતના ગૃહમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનો આજે જન્મદિવસ છે.  1964 માં ગુજરાતમાં જન્મેલા શાહ લાંબા સમયથી પીએમ મોદીના નજીકના સહયોગી રહ્યા છે અને કેન્દ્રમાં સત્તા પર આવ્યા બાદ 2014 માં ભાજપ અધ્યક્ષ બન્યા તે પહેલા ગુજરાતમાં તેમની જ સરકારમાં મંત્રી પણ હતા. 2019 માં બીજી ટર્મ માટે ચાર્જ સંભાળ્યા બાદ […]

જાણો દેશના કયા રાજ્યમાં પેટ્રોલ 120 રૂપિયાને સ્પર્શી ગયું અને શા માટે?

October 22, 2021 2:56 pm

પેટ્રોલ અને ડીઝલના ભાવ પ્રતિ લિટર 100 રૂપિયાની સપાટીને પાર કરી ગયા ત્યારથી દેશભરમાં હાહાકાર મચી ગયો છે. ઇંધણના ઊંચા ભાવના કારણે સરકાર પર સતત માછલા ધોવાઈ રહ્યા છે. પરંતુ શું તમે જાણો છો કે દેશમાં સૌથી મોંઘું પેટ્રોલ ક્યાં મળે છે અને કેટલો ભાવ છે? રાજસ્થાનના શ્રીગંગાનગરમાં પેટ્રોલ રૂ.120ના સ્તરની નજીક પહોંચી ગયું છે. […]

પીએમ મોદીનું રાષ્ટ્રને સંબોધન: 100 કરોડ રસી નવા ભારતની છબીને પ્રતિબિંબિત કરે છે

October 22, 2021 2:43 pm

દેશના 100 કરોડ રસીકરણનો લક્ષ્યાંક હાંસલ કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​રાષ્ટ્રને સંબોધિત કરતા કહ્યું કે તે માત્ર એક આંકડો નથી પરંતુ દેશની ક્ષમતાનું અને “નવા ભારત” નું પ્રતીક છે. તેમણે કહ્યું કે આ સિદ્ધિએ ભારતના વિવેચકોની બોલતી બંધ કરી દીધી છે. 1″00 કરોડ રસી માત્ર એક આંકડો નથી. આ દેશની ક્ષમતાનું પ્રતિબિંબ છે. […]

વડોદરાના લીલોરા ગામમાંથી 7 દિવસનું બાળક રહસ્યમય રીતે ગુમ

October 22, 2021 1:25 pm

હોસ્પિટલમાંથી બાળકો ગુમ થવાની ઘટના બાદ હવે ઘરમાંથી નવજાત બાળકો અપહરણ થવાની ઘટના સામે આવી છે. વડોદરા વાઘોડિયા નજીક લીલોરા ગામે પોતાનો માતા પાસે સુઈ રહેલા 7 દિવસના બાળક ગુમ થઈ જતા પરીવારે વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ઘટનાની જાણ થતાં DYSP કલ્પેશ સોલંકી સહિતના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર દોડી ગયા હતા અને ડોગ-સ્ક્વોડ […]

ગુજરાતના જિલ્લાઓમાં રસીકરણની સંખ્યા અંદાજિત લક્ષ્ય વસ્તીમાં તફાવત દર્શાવે છે

October 22, 2021 10:33 am

ગુજરાતમાં 47 ટકા રસી-લાયક વસ્તીને સંપૂર્ણ રીતે રસી આપવામાં આવી છે અને લગભગ 90 ટકા વસ્તીને પ્રથમ ડોઝ સાથે આપવામાં આવ્યો છે, કેટલાક જિલ્લા સત્તાવાળાઓએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારની અંદાજિત લક્ષ્ય વસ્તી અલગ છે તેમાંથી રાજ્ય દ્વારા આ જિલ્લાઓમાંથી પ્રમાણમાં ઓછા રસીકરણ કવરેજની જાણ કરવામાં આવે છે. આવા ત્રણ જિલ્લાઓ ગાંધીનગર, બોટાદ અને સુરેન્દ્રનગર […]

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે 10 વાગ્યે દેશને સંબોધન કરશે

October 22, 2021 9:06 am

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે 10 વાગ્યે દેશને સંબોધન કરશે તેવી PMOના ટ્વીટર પરથી ટ્વીટ કરવામાં આવ્યું હતું.  તેમની આવી જાહેરાત કરાતા જ લોકો અનુમાનો લગાવવાનું શરુ કરી દે છે કે આ વખતે મોદીજી સંબોધનમાં શું નવી જાહેરાત કે નિયમ લાવશે. જોકે હાલ તો લોકોને મોંઘવારી માંથી છુટકારો મળે તેવી કોઈ જાહેરાત કરે તેવી આશા લોકો […]

ચીનમાં કોરોનાની વાપસીઃ ફરીથી શાળાઓ બંધ કરવી પડી, ફ્લાઈટ્સ રદ

October 21, 2021 9:40 pm

કોરોનાના કેસ ઘટવાથી આખી દુનિયા રાહતનો શ્વાસ લઈ રહી હતી ત્યાં ચીને ફરી ચિંતા વધારી છે. કોરોનાનો જ્યાંથી ઉદ્ભવ થયો હતો અને સમગ્ર દુનિયામાં ફેલાયો હતો તે ચીનમાં આ રોગે ફરી માથું ઉંચક્યું છે.કોરોનાના કેસમાં ઓચિંતો ઉછાળો આવવાના કારણે સરકારે ફ્લાઈટ્સ રદ કરી છે અને શાળાઓ પણ ફરીથી બંધ કરવામાં આવી છે. ગુરુવારથી ચીનમાં ફરીથી […]

ઓનલાઈન ફ્રોડઃ 10 મહિનાનો પગાર 10 મિનિટમાં બેન્ક ખાતામાંથી ચોરાઈ ગયોઃ જાણો પોલીસે કઈ રીતે રૂપિયા પાછા અપાવ્યા

October 21, 2021 8:50 pm

ઓનલાઈન શોપિંગ કે નાણાકીય ટ્રાન્સફર કરવામાં ઘણી સગવડતા રહે છે, પરંતુ ઓનલાઈન ચિટર ટોળકીઓ ટેકનિકલ છીંડાનો ઉપયોગ કરીને ગમે તેને છેતરી શકે છે. કચ્છના ભુજના એક યુવાનને આવો જ અનુભવ થયો હતો. યુવાને દશ મહિના સુધી પગારની બચત કરીને બેન્કમાં જમા કર્યો હતો, પરંતુ એક ભૂલના કારણે 10 મિનિટમાં તેની રકમ ઉડી ગઈ હતી. સદનસીબે […]

મોતનો કોઈ ભય નથી! રાજકોટ-મોરબી હાઈવે પર જોખમી સ્ટંટ કરતા યુવાનોના વીડિયો વાઈરલ

October 21, 2021 8:31 pm

રાજકોટ શહેરમાં જાણે કે કાયદાનો કોઇ ડર જ ન હોય તે પ્રકારે ત્રણ બાઇક સવારના જોખમી સ્ટંટ વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે. વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટપણે જોઇ શકાય છે કે કઈ રીતે ત્રણ બાઇક સવાર જોખમી રીતે હાઇવે ઉપર પોતાના બાઈકનો ઉપયોગ કરી સ્ટંટ કરી રહ્યા છે. ત્રણેય બાઇક સવાર જ્યારે આ […]

વજુભાઈ વાળા પર કોથળા ભરીને રૂપિયાનો વરસાદઃ જાણો કયા પ્રસંગમાં ઉછળ્યા ચલણી નોટોના બંડલ

October 21, 2021 7:34 pm

ગુજરાતના લોકડાયરામાં લોકગીતો અને દૂહા-છંદની રમઝટની સાથે સાથે રૂપિયાનો વરસાદ પણ જાણે સામાન્ય બની ગયો છે. તાજેતરમાં માંગરોળમાં આવા એક લોકડાયરામાં ભાજપના વરિષ્ઠ નેતા વજુભાઈ વાળા પર રૂપિયાનો એવો વરસાદ કરાયો કે જોનારા છક્ક રહી ગયા હતા. લોકડાયરામાં વજુભાઈ મંચ પર ઉભા હતા અને તેમના પર જાણે કોથળા ભરીને નોટો વરસાવવામાં આવી હોય તેવું દૃશ્ય […]