કોરોનાને કારણે ‘બાહુબલીના કટપ્પા’ની તબીયત લથડી, હોસ્પિટલમાં કરાયા દાખલ

| Updated: January 9, 2022 9:18 pm

કોરોના વાયરસના વધી રહેલા કેસોના કારણે લોકોમાં ફરી એકવાર ફફડાટ જોવા મળી રહ્યો છે. બોલીવુડથી લઈને ટેલીવુડના ઘણા સ્ટાર્સ કોરોનાની ચપેટમાં આવ્યા છે. જો કે, તાજતરમાં જ મહેશબાબુને કોરોના થયો હોવાની માહિતી સામે આવી હતી. મહેશ બાબુ બાદ બાહુબલીના કટપ્પા કોરોના સંક્રમિત થયા છે અને તેની તબીયત વધારે બગડતા તેઓને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

અત્યાર સુધી સિનેમાના ઘણા મોટા સ્ટાર્સ કોરોના પોઝિટિવ આવ્યા હોવાની માહિતી સામે આવી છે. હવે આ યાદીમાં બાહુબલી ફેમ કટપ્પાનું નામ પણ સામેલ થઈ ગયું છે. રિપોર્ટ અનુસાર, થોડા દિવસ પહેલા સુધી સત્યરાજ શૂટિંગમાં વ્યસ્ત હતા. આ દરમિયાન તેઓ કોરોના પોઝિટિવ હોવાની માહિતી મળી હતી. આ પછી તેઓ તરત જ પોતાના ઘરમાં જ ઓઈસોલેટ થઈ ગયા હતા.

જો કે, ઘરે રહેવાથી તેમની તબિયત સારી થવાને બદલે બગડી હતી. સત્યરાજની બગડતી હાલત જોઈને પરિવારજનોએ તેઓ હોસ્પિટલમાં દાખલ કરવાનું યોગ્ય માન્યું. આ પછી તરત જ દક્ષિણ સિનેમાના દિગ્ગજ કલાકારને ચેન્નાઈની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સત્યરાજ 7 જાન્યુઆરીની સાંજથી હોસ્પિટલમાં દાખલ છે.

સત્યરાજને હોસ્પિટલ પહોંચ્યાને લગભગ બે દિવસ થઈ ગયા છે. પરંતુ હજુ સુધી તેમના સ્વાસ્થ્ય અંગે કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી. એટલા માટે કટપ્પાના ચાહકો થોડા વધારે પરેશાન દેખાઈ રહ્યા છે. આ સમયે દરેક લોકો પ્રાર્થના કરી રહ્યા છે કે તેઓ કોરોનાની સામેની જંગમાં જીતી જલ્દી હોસ્પિટલમાંથી બહાર આવે.

1978માં એક્ટિંગની દુનિયામાં આવેલા સત્યરાજને તમિલ સિનેમાના સુપરસ્ટાર કહેવામાં આવે છે. કટપ્પાના પાત્રે તેમને લોકપ્રિયતા અપાવી, આજે દરેક બાળક તેમને ઓળખે છે. સત્યરાજે ફિલ્મ ‘ચેન્નઈ એક્સપ્રેસ’માં દીપિકા પાદુકોણના પિતા અને ડોનનો રોલ પણ કર્યો હતો.

Your email address will not be published. Required fields are marked *