વડોદરા હાઈ પ્રોફાઈલ રેપ કેસઃ અમદાવાદ આસપાસના ફાર્મ હાઉસમાં પોલીસ કયા રહસ્ય શોધે છે?

| Updated: September 26, 2021 7:46 pm

વડોદરાના ચકચારી હાઈ-પ્રોફાઈલ રેપ કેસમાં એક પછી એક ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યાં છે. વડોદરા પોલીસ હજુ સુધી મુખ્ય આરોપી અને પાવાગઢના ટ્રસ્ટી રાજુ ભટ્ટ તથા સીએ અશોક જૈનને પકડી શકી નથી. વડોદરા ક્રાઇમ બ્રાન્ચે આ કેસની તપાસ હવે અમદાવાદ તરફ લંબાવી છે. ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓને ઝડપી પાડવા 4થી વધારે ટીમો બનાવી છે. તેમાંથી એક ટીમ અમદાવાદ, સુરત, મુંબઈ અને રાજસ્થાનમાં આરોપીઓને શોધવા આકાશ પાતાળ એક કરી રહી છે. પોલીસનું માનવું છે કે આરોપીઓ અમદાવાદમાં અથવા મુંબઈમાં હોવા જોઈએ જેથી વડોદરા ક્રાઇમ બ્રાન્ચની એક ટીમે અમદાવાદના છેવાડે આવેલા ફાર્મ હાઉસમાં પણ ધામા નાંખ્યા છે.

આ કેસમાં રાજુ ભટ્ટ અને અશોક જૈન સામે બળાત્કારના આરોપ છે અને બંને ફરાર થયા છે. આ અંગેના ફોટા અને વીડિયો પણ વાઈરલ થયા છે. વાયરલ વીડિયોમાં એક યુવતીની સાથે આરોપી રાજુ ભટ્ટ હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. વીડિયોમાં રાજુ ભટ્ટ અને પીડિતા એક ફ્લેટના રૂમની અંદર જોવા મળ્યા છે જેમાં રાજુ ભટ્ટ અને પીડિતા શંકાસ્પદ હાલતમાં જોવા મળે છે. બીજી બાજુ એવી વાત પણ થાય છે કે જે ફ્લેટમાં રેપ કરવામાં આવ્યો હતો તેમાં સ્પાય કેમેરા પણ લગાવામાં આવ્યા હતા.

રાજુ ભટ્ટ

ક્રાઇમ બ્રાન્ચની ટીમો છેલ્લા 3 દિવસથી આરોપી અશોક જૈન અને રાજુ ભટ્ટને પકડવા મથામણ કરી રહી છે. વડોદરા ક્રાઇમ બ્રાન્ચના અધિકારીએ જણાવ્યું હતું કે બંને આરોપીને શોધવા પોલીસની 4 ટીમો બંનેના આશ્રયસ્થાનો ઉપરાંત સગા સબંધીઓને ત્યાં તપાસ કરાઇ રહી છે. ગુજરાત ઉપરાંત અન્ય રાજયોમાં પણ આશ્રયસ્થાનો હોવાની માહિતી મળતાં ત્યાં પણ તપાસ કરાઇ રહી છે. અશોક જૈન પીડિતાને જે મર્સિડીઝ કારમાં લઇ ગયો હતો તે કાર સહિત 2 કાર કબજે કરવામાં આવી છે.

એવી પણ ચર્ચા ચાલે છે કે બળાત્કારનો ભોગ બનેલી યુવતીને આરોપી અશોક જૈને નિસર્ગ કોમ્પ્લેક્ષનો 903 નંબરનો ફ્લેટ ભાડે અપાવ્યો હતો. તે મકાનનો અધિકારીઓ તેમજ કેટલાક નામાંકિત ગર્ભશ્રીમંતો દ્વારા મોજશોખ માટે ઉપયોગ થતો હતો. આ ફ્લેટમાં લગાવવામાં આવેલા ગુપ્ત કેમેરાઓમાં રંગરેલીયા મનાવનારા અનેક લોકોના વીડિયો ઉતર્યા હોવાની શક્યતાઓને પણ પોલીસ નકારી રહી નથી.

Your email address will not be published. Required fields are marked *