બળજબરીથી ધર્માંતરણના કેસમાં વડોદરાનો સલાહુદ્દીન શેખ પકડાયો

| Updated: June 30, 2021 10:48 pm

બળજબરીપૂર્વક ધર્માંતરણના કેસમાં યુપી એટીએસ અને ગુજરાત એટીએસે સંયુક્ત કાર્યવાહી કરીને વડોદરાના રહેવાસી સલાહુદ્દીન શેખને પકડ્યો છે. બળજબરીથી ધર્માંતરણનો કેસ 20 જૂને નોંધાયો હતો.

ગુજરાત એટીએસના સૂત્રોએ જણાવ્યું કે શેખ વડોદરામાં એક એનજીઓ ધરાવે છે. તે વિધવાઓ અને ગરીબોને મદદ કરવાના નામે વિદેશથી ફંડ મેળવતો હતો.

સિનિયર અધિકારીએ કહ્યું કે શેખ યોગ્ય હેતુથી આ ફંડનો ઉપયોગ કરવાના બદલે ઉમર ગૌતમને મોકલતો હતો, જેને યુપી એટીએસ દ્વારા અગાઉ પકડવામાં આવ્યો છે. ઉમર ગૌતમની કબૂલાતના આધારે 28 જૂને અન્ય આરોપીઓ પકડાયા હતા.

ગુજરાત એટીએસના એક અધિકારીએ કહ્યું કે પ્રાથમિક તપાસ દરમિયાન જાણવા મળ્યું કે શેખે ઉમર ગૌતમને 30 લાખ રૂપિયા મોકલ્યા હતા જે નવી દિલ્હીના બાટલા હાઉસનો રહેવાસી છે. ઉમર ગૌતમે થોડા સમય અગાઉ મુસ્લિમ ધર્મ અંગીકાર કર્યો હતો. શેખને 30 જૂને કોર્ટમાં રજુ કરાયો હતો. તેના ત્રણ દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ મંજૂર થયા છે.

Your email address will not be published.