દૂધ પીતા પહેલા ચેતી જજો…લો બોલો દૂધ પણ નકલી!

| Updated: July 28, 2022 4:42 pm

જામનગર એસ.ઓ.જી પોલીસે દરોડો પાડી નકલી દૂધના કાળા કારોબારને ઝડપી પાડ્યો હોવાની માહિતી મળી રહી છે.આ ફેક્ટરી રબારી શખ્સ ચલાવતો હતે તેની ધરપક્ડ કરવામાં આવી છે જેમાં તમને જાણીને નવાઇ લાગશે પોલીસ દ્રારા 760 લિટર નકલી દૂધ કબજે કર્યું છે.આ કાળો કારોબાર મેવાસા ગામના હતા જેમનું નામ રાજુ ભારાઇ રબારી હતું જની સામે પોલીસે ગુનો નોંધી તેની ધરપકડ કરવામાં આવી છે.

ગુજરાતમાં રોજ કોઇને કોઇ વસ્તુને લઇને મુદામાલ પકડવામાં આવે છે હવે તો એવું લાગે છે ગુજરાતમાં સાચુ આવે છે શું કેમકે હમણા જ ચાલી રહેલો લઠ્ઠાકાંડમાં 98 ટકા મિથાઇલ હતું.જેના કારણે એ તો સાબિત થઇ ગયું કે ગુજરાતમાં દારૂ કે દુધ કઇ અસલ નથી મળતુ.

નકલી દૂધના કારણે લોકોના આરોગ્ય સાથે ચેડા કરતાં હોવાની બાતમી મળતાની સાથે પોલીસ દ્રારા તપાસ કરવામાં આવી હતી જે બાદ જામનગર એસ.ઓજી પોલીસે જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના હરીપર મેવાસા ગામે રેડ કરી નકલી અને બનાવટી દૂધ બનાવતી મીની ફેક્ટરી પક્ડી પાડવામાં આવી છે.

સમગ્ર નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.જે લોકોના ચેડા કરે છે તેવા ઇસમોને કડક પાઠ ભણાવામાં આવ્યા છે.

રાજુભાઈ બટુકભાઈ ભારાઈ અને તેની સાથે કામ કરતો માણસ ભલાભાઈ રમેશભાઈ મકવાણા બને મળીને આ ભેળસેળ કરતા હતા.તેઓ દૂધમાં પાવડર તથા વનસ્પતિ ઘી ભેળસેળ કરી અખાધ્ય દૂધનું વેચાણ કરતા હતા.જંગી મુદામાલ સીઝ કરી સેમ્પલો લઈ પુષ્કરણ અર્થે કબ્જે કરી આગળની કાર્યવાહી કરવામાં આવી છે.

પોલીસે તેમની ધરપકડ કરીને આગળની તપાસ હાથ ધરી છે.આ દુધ કોને કોને વેચતા હતા તે પણ તપાસ હાથ ધરી છે.

Your email address will not be published.