ભૂલ ભુલૈયા 2: વિદ્યા બાલન ફરી ‘મોંજુલિકા’ના કીરદારથી લોકોને ડારવશે

| Updated: January 9, 2022 7:04 pm

બોલિવૂડ અભિનેત્રી વિદ્યા બાલનને અત્યાર સુધીની તેમની કારકિર્દીમાં ઘણી શાનદાર ફિલ્મો કરી છે. જેમાં ‘ભૂલ ભુલૈયા’નો સમાવેશ થાય છે. વિદ્યા બાલને આ ફિલ્મમાં “મોંજુલિકા”નો રોલ કર્યો હતો. જે હજી પણ દર્શકો દ્વારા પસંદ કરવામાં આવે છે.

દિગ્દર્શક અનીસ બઝમી આ વર્ષે ફિલ્મની સિક્વલ લઈને આવી રહ્યા છે. આ ફિલ્મમાં કાર્તિક આર્યન અને કિયારા અડવાણીની સાથે તબ્બુ પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મ સાથે જોડાયેલા લેટેસ્ટ સમાચાર અનુસાર, ‘ભૂલ ભુલૈયા 2’માં વિદ્યા બાલન એક સમયે “મોંજુલિકા” બની જશે અને તેના અભિનયથી દર્શકોને ડરાવી દેશે.

વિદ્યા બાલને રોયલ ડાન્સર “મોંજુલિકા”ના પાત્રને યાદગાર બનાવ્યું હતું. વિદ્યા બાલન ફરીથી એજ ગીત સાથે નૃત્ય કરતી જોવા મળશે. વિદ્યા બાલનના ચાહકો પણ તેને “મોંજુલિકા”ના પાત્રમાં જોવા માટે ઉત્સુક છે.

જોકે હજુ “મોંજુલિકા” તરીકે વિદ્યાની વાપસીના સમાચારની પુષ્ટિ થવાની બાકી છે. આ ફિલ્મ આ વર્ષે મોટા પડદા પર આવશે. ફિલ્મમાં કાર્તિક આર્યન અને કિયારા અડવાણીની નવી જોડી ઓનસ્ક્રીન રોમાન્સ કરતી જોવા મળશે.

Your email address will not be published.