ખેડૂતોને સ્માર્ટફોન ખરીદી માટે મળશે મોટી સહાય, જાણો શુ કરી કૃષિ મંત્રી રાઘવજી પટેલે જાહેરાત

| Updated: January 13, 2022 3:56 pm

હાલ સ્માર્ટ મોબાઈલની ખરીદી પર ખેડૂતને કી-પેડના ફોનની કિંમત જેટલી સહાય મળે છે,ગ્રામ્યમાં માત્ર 290 ખેડૂતોએ અરજી કરી

ગુજરાતના રાઘવજી પટેલ દ્વારા અગત્યની અને ખેડૂકો માટે જાહેરાત કરવામાં આવી છે જેમા ખેડૂતોને હવે ફાયદો થશે અને 40 ટકા જેટલો ફાયદો ફોન લેતા સમયે થશે અને હાલ જે લાભ ખેડૂતોને મળી રહ્યો છે તે માત્ર કી-પેડ આવી શકે તેટલો આપવામાં આવે છે.અને હવેથી ખેડૂતોને મળશે વધુ લાભ મળશે

મંત્રી રાઘવજી પટેલ આજે રાજકોટની મુલાકાતે છે અને આ દરમિયાન તેમણે આ જાહેરાત કરવામાં આવી છે.તેમણે બર્ડ રેસ્ક્યુ ટેન્ટની મુલાકાત લીધી હતી અને સાથે અનેક મહત્વની જાહેરાત કરવામાં આવી છે.

પહેલા રૂ.15 હજાર સુધીના મોબાઇલમાં 10 ટકા આપવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી અને તેની સાથે હવે કરી ખેડૂતોને રૂ.15 હજાર સુધીની મોબાઈલ ખરીદી પર હવેથી 40 % સહાય આપવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે.

ખેડૂતોને સરળતાથી મળે તે માટે સામાન્ય ડોક્યુમેન્ટ લેવા માટે મંત્રાલયને સૂચના અપાઈ હોવાનું પણ તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે.આ પહેલા અનેક કાગળો સાથે અનકે બીલો જીએસટી સાથેના એમ થોકડા બંઘ કાગળો મગાવવામાં આવતા જેને લઇને ખેડૂતો આ માથાકુટ કરવા માગતા ન હતા અને તેની સાથે જે સરકાર સહાય પહેલા કરતી હતી એટલુ ડિસ્કાઉન્ય તો કોઇ કંપની અથવા મોબાઇલ ફોન વિક્રેતા આપે છે જેથી ખેડૂતો આ સહાયથી વંચિત રહે છે.રાજકોટ જિલ્લા પંચાયતના ખેતીવાડી વિભાગમાંથી મળતી માહિતી મુજબ રાજકોટ ગ્રામ્યના માત્ર 290 જેટલા જ ખેડૂતોએ મોબાઈલ માટે અરજી કરવામાં આવી છે.

રાજકોટ જિલ્લાની ડેરીના નવીનીકરણ માટે રૂ. 13.50 કરોડથી પણ વધુ રકમ રાજ્ય સરકાર દ્વારા મંજૂર કરાઈ છે. જેનો રૂ. 3.50 કરોડનો પ્રથમ હપ્તો આજે રાજ્ય સરકારે ડેરીને અર્પણ કર્યો હોવાનું રાઘવજી પટેલ દ્વારા જણાવામાં આવ્યું છે.

Post a Comments

1 Comment

Your email address will not be published.