નોકરી ઇચ્છુક યુવાઓને પ્રેરણા આપવા બિલ ગેટ્સે પોતાનો 48 વર્ષ જૂનો રેઝ્યૂમે શેર કર્યો

| Updated: July 4, 2022 10:26 am

અમેરિકન બિઝનેસ મેગ્નેટ બિલ ગેટ્સે પોતાનો 48 વર્ષ જૂનો રેઝ્યૂમે લિંક્ડઇન પર શેર કરીને  નોકરી ઇચ્છુક યુવાઓને પ્રેરણા આપવાનો પ્રયાસ કર્યો હતો. પોતાના લાખો ફોલોઅર્સનો આત્મવિશ્વાસ વધારતાં, વિશ્વના સૌથી ધનિક પૈકીનાં એક એવા બિલ ગેટ્સે લખ્યું હતું કે તમે ગ્રેજ્યુએટ હોવ કે કોલેજ ડ્રોપઆઉટ, મને ખાતરી છે કે તમારો રેઝ્યૂમે 48 વર્ષ પહેલાંનાં મારા રેઝ્યૂમે કરતા ઘણો સારો હશે.

66 વર્ષીય બિલ ગેટ્સે 1975માં તેમનાં  બાળપણના મિત્ર પોલ એલન સાથે મળીને માઇક્રોસોફ્ટની સ્થાપના કરી હતી, જે વિશ્વની સૌથી મોટી કમ્પ્યુટર સોફ્ટવેર કંપની બની હતી. ઉલ્લેખનીય છે કે ગેટ્સે 13 વર્ષની ઉંમરમાં તેમનો પહેલો સોફ્ટવેર પ્રોગ્રામ લખ્યો હતો.

બિલ ગેટ્સે તે સમયથી પોતાનો રેઝ્યૂમે શેર કર્યો હતો જ્યારે તે હાર્વર્ડ કોલેજના પહેલા વર્ષમાં હતા. દાયકાઓ જૂના દસ્તાવેજમાં, વિલિયમ હેનરી ગેટ્સ ત્રીજાએ લખ્યું છે કે તેમણે ઓપરેટિંગ સિસ્ટમ્સ સ્ટ્રક્ચર, ડેટાબેઝ મેનેજમેન્ટ અને કમ્પ્યુટર ગ્રાફિક્સના સહિતનાં કોર્સ લીધા છે.

તે સમયે, તેમણે સિસ્ટમ એનાલિસ્ટ અથવા સિસ્ટમ્સ પ્રોગ્રામર તરીકે નોકરી કરવા માગે છે તેમ જણાવ્યું હતું. ગેટ્સે તેમાં એલન સાથે મળીને જે સોફ્ટવેર પર કામ કરતાં હતાં તેનો પણ ઉલ્લેખ કર્યો છે અને જણાવ્યું છે કે મે 1974માં તેને કસ્ટમર્સ સમક્ષ રજુ કરાશે. માઇક્રોસોફ્ટની સ્થાપના આખરે 4 એપ્રિલ, 1975ના રોજ કરવામાં આવી હતી.

48 વર્ષ પહેલાંના બિલ ગેટ્સના રિઝ્યુમને 90,720થી વધુ રિએકશન અને 2,421 થી વધુ કોમેન્ટસ મળી હતી જ્યારે 2,000 થી વધુ લોકોએ પોસ્ટ શેર કરી હતી.

લિંક્ડઇન પર એક યુઝરે લખ્યુ છે કે, થેંક્યુ ફોર શેરિંગ બિલ ગેટ્સ.એક પેજનો શ્રેષ્ઠ રેઝ્યૂમ. આપણે બધાએ ભુતકાળમાં પાછા જવા રેઝ્યૂમેની કોપી રાખવી જોઈએ. કેટલીકવાર આપણે ભૂલી જઈએ છીએ કે આપણે આપણા જીવનમાં કેટલું બધું સિદ્ધ કર્યું છે.
અન્ય એક યુઝરે લખ્યું છે કે, ક્લાસિક,સ્ટેટફોર્વર્ડ અને સિન્સિઅર.એક નેટિઝને તો ત્યાં સુધી કહ્યું કે, આજે આપણે જે રીતે કામ કરીએ છીએ તેમાં ક્રાંતિ લાવવા બદલ આભાર. તમારા સ્વપ્નથી આ ગ્રહ પરના દરેકના જીવનમાં સુધારો થયો છે. આજે આપણે જ્યાં છીએ ત્યાં ડીઓએસના દિવસો યાદ કરીએ તો આ સફર અદ્ભુત હતી અને હાલની પેઢીને માનવામાં પણ નહીં આવે કે તે દિવસોમાં કેવી રીતે પ્રોગ્રામિંગ કરતા હતા અને સી અને એસેમ્બલી લેંગ્વેજ સાથે ડીઓએસમાં પ્રોગ્રામિંગ કરીને સમસ્યાને હલ કરવા માટે ઇન્ટરનેટ પણ ન હતું.

Your email address will not be published.