અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઇટને બર્ડ હિટ, 25 મિનિટ ફ્લાઇટ હવામાં રહી બાદ લેન્ડ કરવામાં આવી

| Updated: August 4, 2022 8:55 pm

અમદાવાદ એરપોર્ટ પરથી ગુરુવારે ટેકઓફ થયેલી ફ્લાઈટને બર્ડ હીટ થતાં તેને ઇમર્જન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. અમદાવાદ એરપોર્ટ પરથી ઉડેલી ગો પોસ્ટની અમદાવાદ ચંદીગઢ ફ્લાઇટને બર્ડ હીટનો ભોગ બનાત પેસેન્જરોના જીવ તાળવે ચોટી ગયા હતા. તેને ઇમર્જન્સી લેન્ડ કરતા પેસેન્જરો ચિંતામાં મુકાઇ ગયા હતા.

અમદાવાદ સરદાર પટેલ એરપોર્ટ પરથી ઉડેલા એક વિમાન અચાનક બર્ડ હીટ થતાં લેન્ડ કરવું પડ્યું હતું. પ્રાત માહિતી અનુસાર, આ ફ્લાઈટ એરપોર્ટ પરથી ઉડી અને 25 મિનિટ બાદ પરત આવ્યું હતું. આ અંગેની જાણ ડીજીસીઆઇને પણ કરવામાં આવી હતી.

અમદાવાદ એરપોર્ટ પર ગુરુવારે બર્ડ હીટનો બનાવ બન્યો હતો. અમદાવાદ થી ચંદીગઢ જઈ રહેલી ફ્લાઈટમાં બેઠેલા મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા. બર્ડ હિટના કારણે સમસ્યા સર્જાતા પ્લેનની ઇમરજન્સી લેન્ડ કરવામાં આવ્યું હતું. બર્ડ હિટના કારણે પ્લેનમાં ખામી સર્જાઇ હોવાથી તમામ મુસાફરોને અન્ય પ્લેન મારફતે ચંદીગઢ રવાના કરવામાં આવ્યા હોવાનું બહાર આવ્યું છે. પ્લેનની ઉડાન થયાના 25 મિનિટ બાદ આ સમસ્યા સર્જાતા ઇમર્જન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી. જોકે તેને લઇને પેસેન્જરોમાં ચિંતામાં મુકાઇ ગયા હતા.

અમદાવાદ એરપોર્ટ પર બળ હિટની ઘટનાઓને રોકવા માટે વધુ સ્ટાફ મૂકવામાં આવે છે જ્યારે અલગ અલગ પ્રકારની ગન અને સાઉન્ડનો ઉપયોગ કરીને પક્ષીઓને ઉડાવી દેવા માટેના પ્રયાસો પણ કરાય છે પરંતુ વરસાદી વાતાવરણમાં આવી સ્થિતી સર્જાઇ હતી.

Your email address will not be published.