Birthday Special: જાણો પંજાબી સ્વેગના કિંગ દિલજીત દોસાંઝના જન્મદિવસે તેમના વિશેના 7 રસપ્રદ તથ્યો

| Updated: January 6, 2022 7:38 am

ગાયક દિલજીત દોસાંઝ તેમના ગીતોથી લઈને ફિલ્મો સુધી, સોશિયલ મીડિયા પરના તેમના રમુજી વીડિયો સુધી, આપણું મનોરંજન કરવામાં ક્યારેય નિષ્ફળ ગયા નથી

ગયા વર્ષે, ગાયક દિલજીત દોસાંઝે પોલીવુડ (પંજાબી ફિલ્મ ઉદ્યોગ) ની સૌથી મોટી હિટ ફિલ્મ ‘હોંસલા રખ’ આપી હતી. તેણે’ LOVER’ અને ‘WHAT VE’ વગેરે જેવા કેટલાક હિટ ગીતો પણ રજૂ કર્યા. ગાયક હાલમાં હવાઈ(Hawaii)માં તેની રજાઓ માણી રહ્યો છે. આજે દિલજીત દોસાંજનો 38મો જન્મદિવસ છે; ચાલો આપણે તેના વિશેના કેટલાક રોમાંચક તથ્યો જોઈએ.

તેમના 29માં જન્મદિવસ પર, 2013 માં, દિલજીતે સાંજ ફાઉન્ડેશન શરૂ કર્યું, જે વંચિતો માટે એક NGO છે, જે અનાથાશ્રમો અને નર્સિંગ હોમને દાન આપે છે.

મેડમ તુસાદ મ્યુઝિયમમાં મીણની પ્રતિમા મેળવનાર આ ગાયક પાઘડીધારી પ્રથમ શીખ પણ છે. દિલજીત ‘અર્બન પેન્ડુ’ અને ‘WEARD 6’ પણ ધરાવે છે, જે પંજાબી ડ્રેસિંગને પ્રોત્સાહન આપે છે.

2013માં રિલીઝ થયેલું દિલજીતનું હિટ ગીત, પ્રોપર પટોલા, વેવો પર દર્શાવવામાં આવેલ પહેલું પંજાબી ગીત હતું. દોસાંઝે ‘ખારકુ’, ‘બેક 2 બેઝિક્સ’ અને ‘પ્રોપર પટોળા’ માટે સાત બ્રિટ એશિયા ટીવી વર્લ્ડ મ્યુઝિક એવોર્ડ જીત્યા. ‘Do you know’ અને CON.FI.DEN.TIAL માટે એક અને બે ‘પટિયાલા પેગ’ માટે.

ગુરદાસ માન પછી દિલજીત દોસાંઝ બીજા પંજાબી સંગીતકાર છે, જેમણે લંડનમાં વેમ્બલી સ્ટેડિયમમાં પરફોર્મ કર્યું હતું. સ્ટેડિયમમાં 12,500 થી વધુ સીટો હતી જે તમા  સોલ્ડ આઉટ થઇ ગઈ હતી.

દિલજીતને સ્નીકર્સ પસંદ છે. તેથી, તેની પાસે સૌથી મોંઘી જોડી એડિડાસ યીઝી 750 બૂસ્ટ છે, જેની કિંમત લગભગ રૂ. 5,9 લાખ છે. 

દિલજીત ગુરુદ્વારામાં ગાતો હતો અને જ્યારે તે સંગીત ઉદ્યોગમાં જોડાયો, ત્યારે એક નિર્માતાએ તેને તેનું નામ દલજીતથી બદલીને દિલજીત કરવા કહ્યું. ‘દોસાંઝ’ તેના ગામનું નામ છે.

આ ફોટો કથિત રીતે દિલજીતની પત્ની સાથેનો હોવાનું મનાઈ છે. વાઈબ્સ ઓફ ઇન્ડિયા આ ફોટોની પુષ્ટિ કરતુ નથી.

દિલજીત દોસાંઝ કથિત રીતે પરિણીત છે અને તેને એક પુત્ર પણ છે; જોકે, તેમણે ક્યારેય પણ પરિણીત હોવાની વાત ને સ્વીકારી નથી તેમજ તેઓ હંમેશા તેના અંગત જીવન વિશે બોલવાનો ઇનકાર કરે છે. પરંતુ મીડિયા રીપોર્ટસ અનુસાર સંદીપ કૌર સાથે તેમના લગ્ન થયા હતા જે અમેરિકામાં રહે છે અને તેમનો પુત્ર પણ તેની પાસે જ છે. ત્યારે સાચું શું છે તે તો દિલજીત જ જણાવી શકે છે.

Your email address will not be published.