ગોધરા નગરપાલિકા પર ભાજપે કઇ રીતે કબ્જો મેળવ્યો?

| Updated: July 15, 2021 10:53 pm

ગોધરા નગરપાલિકા પર ભાજપે કબ્જો જમાવ્યો છે. અપક્ષમાંથી વિજયી થયેલા અને એઆઈએમઆઈએમના ટેકાથી સત્તા મેળવનારા સંજય સોની કમલમ ખાતે ભાજપમાં જોડાઈ ગયા છે. અહીં યાદ રહે કે અગાઉની ચૂંટણીમાં ગોધરા નગરપાલિકામાં અપક્ષને સત્તા મળી હતી. સંજય સોની સહિત છ કાઉન્સિલરોએ પણ ભાજપનો ખેસ ધારણ કર્યો છે.
ચૂંટણીના માત્ર પાંચ મહિનાની અંદર ભાજપે અસદુદ્દીન ઔવેસીના પક્ષને આંચકો આપ્યો છે. ગોધરામાં એઆઇએમઆઇએમના સાત સભ્ય અને 18 અપક્ષ વડે નગરપાલિકા રચાઈ હતી, પરંતુ આ માત્ર પાંચ મહિના સુધી ટક્યું છે.
ગોધરા નગરપાલિકામાં કુલ 44 બેઠકો છે. તેમાંથી ભાજપ પાસે 18 સભ્યો હતા. ભાજપના સંખ્યાબળમાં હવે વધારો થયો છે.

Your email address will not be published.