હાથીની અંબાડી પર બંધારણને બેસાડી ભાજપ સંવિધાન યાત્રા કાઢશે

| Updated: November 25, 2021 9:16 pm

ભાજપે સંવિધાન યાત્રા કાઢવાની તમામ તૈયારી કરી લીધી છે. તે મુજબ 11 દિવસ સુધી સંવિધાન યાત્રા ચાલશે જેમાં હાથીની અંબાડી પર બંધારણનું પુસ્તક રાખીને સંવિધાન યાત્રા કાઢવામાં આવશે.

અનુ. જાતિ મોરચાના અધ્યક્ષ પ્રધ્યુમ્ન વાજાએ જણાવ્યું કે ગાંધીનગરમાં પણ સંવિધાન ગૌરવ યાત્રા યોજવામાં આવશે. શહેર ભાજપના ઉપક્રમે યોજાશે આ યાત્રા યોજાશે. કેન્દ્રિય મંત્રી પુરુષોત્તમ રૂપાલા તેમાં સામેલ થશે. પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકર તેમાં હાજર રહેશે. ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવી અને પ્રદેશ મહામંત્રી રજની પટેલ પણ આ યાત્રામાં સામેલ થશે.

આ કાર્યક્રમના સમાપન સમારોહમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ હાજર રહેશે.

ડો. બાબાસાહેબ આંબેડકર દ્વારા 2 વર્ષ, 11 મહિના અને 18 દિવસમાં ભારતનું બંધારણ તૈયાર કરી તા. 26 નવેમ્બર, 1949માં રાષ્ટ્રને અર્પણ કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા વર્ષ 2015થી દર વર્ષે ભારત સરકાર દ્વારા 26 નવેમ્બરે “સંવિધાન દિવસ” તરીકે ઉજવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

Your email address will not be published. Required fields are marked *