રવિવારે જમ્મુ અને કાશ્મીરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રેલીના સ્થળથી 12 કિમી દૂર એક મેદાનમાં વિસ્ફોટ થયો હોવાનું જાણવા મળ્યું છે.
જમ્મુ જિલ્લાના લલિયાના ગામમાં વિસ્ફોટ થયો હતો. પોલીસે ઘટનાસ્થળે પહોંચી વિસ્ફોટના પ્રકાર અંગે તપાસ શરૂ કરી છે.
“તે આતંક સંબંધિત હોય તેવું લાગતું નથી. વિગતો મેળવવામાં આવી રહી છે,” પોલીસે જણાવ્યું હતું.
PM મોદીની J&K મુલાકાત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે જમ્મુ-કાશ્મીરની મુલાકાતે છે.
જમ્મુ વિભાગના સાંબા જિલ્લાની પલ્લી પંચાયતમાં, પીએમ મોદી રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસના અવસર પર દેશભરની ગ્રામસભાઓને સંબોધિત કરશે.
PM મોદી રવિવારે જમ્મુ અને કાશ્મીરમાં 20,000 કરોડ રૂપિયાથી વધુના વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.
તેમાં બનિહાલ-કાઝીગુંડ રોડ ટનલ, દિલ્હી-અમૃતસર-કટરા એક્સપ્રેસવે અને રાતલે અને ક્વાર હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટનો સમાવેશ થાય છે.