ગુજરાતમાં બોરિસની બુલડોઝર સવારી, ટ્વિટર પર હાહાકાર

| Updated: April 21, 2022 5:40 pm

બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સન બે દિવસીય ભારતની મુલાકાતે છે. ગુરુવારે સવારે અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા બાદ તેમણે જુદા જુદા કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. આ દરમિયાન તે હાલોલમાં જેસીબી ફેક્ટરીમાં ગયા હતા. બોરિસ ત્યાં જેસીબી પર ચડી ગયા અને તેની સવારી પણ કરી હતી. જો કે, હાલ આ ફોટા સોસિશલ મીડિયામા ઘણા વાયરલ થઈ રહ્યા છે.

જેસીબીથી લટકેલા બ્રિટિશ વડાપ્રધાનના ફોટા પર લોકો ઘણી ફની કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું- બુલડોઝર મોડલ હવે આંતરરાષ્ટ્રીય બની ગયું છે. અન્ય યુઝરે લખ્યું- હવે JCB તારો ભાઈ ચલાવશે.

બોરિસે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું કે, અત્યાર સુધીની સફરનો અનુભવ શાનદાર રહ્યો છે. ગુજરાતમાં હોવું એ પણ ખૂબ જ સૌભાગ્યની વાત છે. ગુજરાત એક સુંદર સ્થળ છે. જેમ તમે જાણો છો, યુકેમાં ગુજરાતી સમુદાયની મોટી વસ્તી છે. જે ભારત અને યુકે વચ્ચેના સંબંધોનો મહત્વનો ભાગ છે.

બોરિસે કહ્યું કે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાતને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. તેમણે કહ્યું- અમે વેપાર, સુરક્ષા અને અન્ય મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરીશું.

આ પહેલા બોરિસે ભારત પહોંચતાની સાથે જ એક ટ્વિટ કર્યું હતું. અને લખ્યું- દુનિયાની સૌથી મોટી લોકશાહી ભારતમાં રહેવાની મજા આવે છે. મને બંને દેશો વચ્ચેના સંબંધોમાં મોટી સંભાવના દેખાય છે. સાથે મળીને આપણે મહાન સિદ્ધિઓ હાંસલ કરી શકીએ છીએ. અમારી મજબૂત ભાગીદારી નોકરીઓ, વૃદ્ધિ અને નવી સંભાવનાઓના ક્ષેત્રમાં કામ કરી રહી છે. આવનારા સમયમાં અમે આ ભાગીદારીને વધુ મજબૂત બનાવવા માટે કામ કરીશું.

તમને જણાવી દઈએ કે બોરિસે પોતાના પ્રવાસની શરૂઆત સાબરમતી આશ્રમની મુલાકાતથી કરી હતી. તેમણે મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી. આ દરમિયાન બોરિસે ચરખો પણ ફેરવ્યો હતો. સાબરમતી આશ્રમ છોડતી વખતે તેમણે વિઝિટર બુકમાં લખ્યું હતું કે- આ અસાધારણ વ્યક્તિત્વના આશ્રમમાં આવવું એ સૌભાગ્યની વાત છે. આ પછી તેઓ દેશના પ્રખ્યાત ઉદ્યોગપતિ ગૌતમ અદાણીને પણ મળ્યા હતા. વાતચીત બાદ અદાણીએ બોરિસ સાથેનો પોતાનો એક ફોટો પણ શેર કર્યો હતો.

Your email address will not be published.