બોટાદ લઠ્ઠાકાંડઃ 12 પોલીસ કર્મચારીઓની બદલી અને ત્રણ સભ્યોની તપાસ પેનલે આપ્યો રિપોર્ટ

| Updated: July 30, 2022 12:17 pm

સમગ્ર ગુજરાતને હચમચાવી નાખીને 58ના મોત માટે જવાબદાર બોટાદ લઠ્ઠાકાંડમાં શુક્રવારે બોટાદ પોલીસના વધુ 12 કર્મચારીઓની દૂરના વિસ્તારોમાં બદલી કરવામાં આવી હતી. ગુજરાત સરકારના ગૃહ વિભાગે બોટાદના પોલીસ વડા (એસપી) કરણરાજ વાઘેલા અને અમદાવાદ ગ્રામ્ય એસપી વીરેન્દ્રસિંહ યાદવની બદલી કર્યાના એક દિવસ પછી આ કાર્યવાહી કરવામાં આવી છે. ફરજમાં બેદરકારી બદલ ડેપ્યુટી એસપી રેન્કના અધિકારીઓ સહિત છ પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

વહીવટ વિભાગના ડીજીપી બ્રજેશકુમાર ઝા દ્વારા બહાર પાડવામાં આવેલા નોટિફિકેશન ઓર્ડર મુજબ શુક્રવારે બોટાદ પોલીસના લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલસીબી અને સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ (એસઓસીજી સાથે જોડાયેલા 12 પોલીસ કર્મચારીઓની બદલી કરવામાં આવી હતી.

લોકરક્ષક દળ (એલઆરડી) કોન્સ્ટેબલથી આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર ઓફ પોલીસ સુધીના 12 કર્મચારીઓની બનાસકાંઠા, દાહોદ, કચ્છ-ભુજ, સુરત ગ્રામ્ય, ભરૂચ, તાપી, વલસાડ, પંચમહાલ, ભરૂચ, મહીસાગર, દાહોદ અને છોટા ઉદેપુરમાં બદલી કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ IND Vs WI: પ્રથમ T20Iમાં ભારતનો 68 રનથી વિજય, પાંચ મેચની શ્રેણીમાં ભારત 1-0થી આગળ

આ ઉપરાંત બોટાદ લઠ્ઠાકાંડ અંગે રચાયેલી ત્રણ સભ્યોની સમિતિએ શુક્રવારે રાત્રે ગૃહવિભાગને તેનો અહેવાલ સોંપ્યો હતો. પોલીસ મહાનિરીક્ષક (સીઆઇડી ક્રાઇમ અને રેલવે) સુભાષ ત્રિવેદીની આગેવાની હેઠળની સમિતિની 26 જુલાઈના રોજ રચવામાં આવી હતી. બોટાદ લઠ્ઠાકાંડ માટેના કારણોનો અહેવાલ રજૂ કરવા માટે તેમને 29 જુલાઈ સુધીનો સમય આપવામાં આવ્યો હતો.

અમદાવાદ અને બોટાદના ગામડાઓમાં રવિવારે રાત પછી અનેક ગામવાસીઓએ નકલી દારૂ પીધા પછી 58 જેટલા લોકોના મોત થયા છે, પરંતુ સરકાર 42નો આંકડો કહે છે. પોલીસના જણાવ્યા મુજબ મુખ્ય આરોપી જયેશે અમદાવાદ જિલ્લાની એમોસ કેમિકલ્સમાંથી 600 લિટર મિથેનોલ કેમિકલની ચોરી કરી હતી. તેને લઠ્ઠા તરીકે વેચી હતી.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી)એ ગુરુવારે એમોસની લાંબા ખાતેની ફેક્ટરીને સીલ કરી દીધી હતી. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના ડાયરેક્ટર હર્ષદ સોલંકીએ જણાવ્યું હતું કે એએમસીની દક્ષિણ ઓફિસે કંપનીની ફેક્ટરી સામે લાઇસન્સ ન હોવા બદલ કાર્યવાહી કરી હતી. આ ફેક્ટરીને બુધવારે જ સીલ કરી દીધી હતી.

જો કે વરિષ્ઠ નાગરિક સત્તાવાળાએ જણાવ્યું હતું કે કંપનીની ફેક્ટરીને આમ પણ ઉચ્ચસ્તરીય તપાસ સમિતિએ સીલ મારી દીધુ હતુ. સીલિંગની આ પ્રક્રિયા દરમિયાન કોઈપણ હાજર ન હતું. લાઇસન્સ વગર કેમિકલ કારોબાર ચલાવવા બદલ કંપનીને નોટિસ પણ જારી કરવામાં આવી છે.

Your email address will not be published.