ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ નું મચઅવેટેડ ટ્રેલર લોન્ચ થઇ ગયું છે.નિર્દેશક અયાન મુખર્જીએ બુધવારે રણબીર કપૂર, અમિતાભ બચ્ચન, આલિયા ભટ્ટ, નાગાર્જુન અને મોની રોય અભિનિત પોતાની બહુપ્રતીક્ષિત ફિલ્મનું ટ્રેલર લોન્ચ કર્યું છે. ફિલ્મમાં વિઝુઅલ ઇફેક્ટ્સ પ્રભાવશાળી છે. આ ફિલ્મ એક્શન, રોમાન્સ અને ડ્રામાથી ભરપૂર છે.
આ ફિલ્મ બે ભાગમાં બની છે.અને આમાં ફિલ્મના પહેલા ભાગનું નામ ‘શિવા’ રાખવામાં આવ્યું છે. ફિલ્મનું ટ્રેલર ઘણું જ દમદાર જોવા મળી રહ્યું છે. જેમાં રણબીર કપૂર શિવાનો રોલ ભજવી રહ્યો છે. જે પહેલા એક સામાન્ય વ્યક્તિ છે પણ એક ખાસ ખાસિયત તેને દુનિયાનો રક્ષક બનાવે છે.
વાસ્તવમાં આ ફિલ્મમાં વિશ્વમાં સૌથી શક્તિશાળી બનવા માટે સાચા અને ખરાબ વચ્ચેની લડાઈ બતાવવામાં આવી છે. આ ફિલ્મમાં ભારતીય માયથોલોજીકલની અનેક વાર્તાઓનો સંદર્ભ લેવામાં આવ્યો છે.
ટ્રેલરને લઇને પ્રશંસકો એક્સાઇટમેન્ટ સાથે રિએક્શન આપી રહ્યા છે. પ્રશંસકો ફિલ્મના વીએફએક્સ ઇફેક્ટની પ્રશંસા કરી રહ્યા છે. એક પ્રશંસકે લખ્યું કે વીએફએક્સ શાનદાર છે કોઇપણ ભારતીય ફિલ્મમાં આ પ્રકારના વીએફએક્સને ક્યારેય જોયા નથી.
આ ફિલ્મનું શૂટિંગ છેલ્લા 5 વર્ષથી ચાલી રહ્યું હતું, પરંતુ કોરોનાને કારણે ફિલ્મનું શૂટિંગ રોકી દેવામાં આવ્યું હતું. રણબીર-આલિયાની આ પહેલી ફિલ્મ છે. ફિલ્મ 9 સપ્ટેમ્બરે રિલીઝ થશે.
ફિલ્મનું ટ્રેલર
આ પણ વાંચો: બ્રહ્માસ્ત્ર ફિલ્મમાંથી આલિયા ભટ્ટ અને રણબીર કપૂરનો અનસીન ફોટો મળ્યો