પાટણમાં જાહેરમાં સગા મામાના છોકરાએ ફોઈના ભાઈને રહેંસી નાખ્યો હતો. હત્યાને બદલે બજારમાં લોકો ભયભીત થયા હતા. આ બનાવને લઈ પોલીસે આરોપી સામે ફરિયાદ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ બનાવની મળતી માહિતી પ્રમાણે, શહેરના વેરાઇ ચકલા વિસ્તારમાં આજે સવારના સમયે બજારમાં ખૂની ખેલ ખેલાયો હતો. છેલ્લા કેટલાક સમયથી મામ અને ફોઈના છોકરાઓ વચ્ચે ઝઘડાઓ થઈ રહ્યા હતા. છવટે આ ઝઘડામાં એકનું મોત થયું છે. હત્યાની તમામ ઘટના આસપાસ લગાવવામાં આવેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. જેમાં રિક્ષા ચાલક ફોઇના છોકરા પર તેનો મામાનો છોકરો ભરબજારે છરી વડે હુમલો કરે છે. જેમાં રિક્ષા ચાલક ઢળી પડે છે. જેને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો, પરતું ત્યા હાજર તબીબોએ તેને મૃત જાહેર કરતા પરિવાર પર આભ ફાટયું છે.
મૃતક પ્રકાશ પટણી રિક્ષા ચલાવી તેના પરિવારનું ગુજરાન ચલાવતો હતો. જોકે કેટલાક સમયથી તેના મામાના છોકરા સાથે ઝઘડો ચાલી રહ્યો હતો. જયારે આજે તે પોતાની રીક્ષા લઈને ધંધો કરવા નીકળ્યો હતો તે વેળા તેનો મામનો છોકરો તેને રસ્તામાં મળ્યો હતો. આ બન્ને સામસામે આવતા બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ આ ઝઘડો ઉગ્ર બન્યો હતો. ઝઘડો ઉગ્ર બનતા ઉશ્કેરાયેલા મામાના છોકરાએ પ્રકાશને જાહેરમાં છરીના ઉપરાછાપરી ઘા મારી દેતા તે જમીન પર ઢળી પડ્યો હતો જેથી તેને સારવાર માટે નજીકના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જયા હાજર તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.
મૃતક પ્રકાશ બે સંતાનો છે જેમાં એક પુત્ર છે જે હાલ ધોરણ 6માં અભ્યાસ કરે છે અને બીજી પુત્રી છે જે ધોરણ 5માં અભ્યાસ કરે છે. આ ઘટના અંગે પોલીસે ફરિયાદ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.